________________
૧૮૪
મનમાં વિચારતી હમીએ શીતપચાર કરી બંનેને સાવધ કર્યા પછી બંને લક્ષમીને કહેવા લાગ્યાં, “અમારાં લગ્ન કરી આપે નહિ તે અમે બંને આત્મહત્યા કરીશું.”
બંને જણાની વાત સાંભળી શેઠની પુત્રી લક્ષ્મી ચિંતા કરતી વિચારવા લાગી, “હવે શું કરવું ? એક તરફ વાઘ છે, બીજી તરફ નદી છે, તે જોઈ માણસ સંકટમાં પડી જાય છે. જે માણસ વાઘથી બચવા જાય છે તે તે નદીમાં પડી જાય છે. અને નદીથી બચવા જાય છે તે વાઘ ખાઈ જાય છે, તેવું જ ધર્મસંકટ અત્યારે મારે માટે છે.”
આમ વિચારતી લક્ષ્મીએ રાજકન્યાને કહ્યું, “અત્યારે તે હું તમને ધામધૂમથી તમને રાજમહેલ પહોંચાડી દઉં છું. જ્યારે ધર્મધ્વજ તમારી સાથે લગ્ન કરવા મંડપમાં આવે ત્યારે તમે રાજમહેલનાં પાછલા બારણે વસ્ત્રાભૂષણ વગેરે લઈ જરૂરથી આવી પહોંચશે. તે વખતે આ રાજપુત્ર જોડેસવાર થયેલા ત્યાં હાજર હશે તે તમને લઈ પિતાના સ્થાને પહોંચી જશે. પછી તમે લગ્ન કરી લેજો.”
રાજકન્યાએ આ વાત માન્ય કરી એટલે લકમીએ તેને જમાડી સાંજના ધૂમધામથી રાજમહેલે લઈ ગઈ ને તે રાજકન્યાને રાજમાતાને સેંપીને પાછી પિતાના ઘરે આવી.