________________
જે જે પુસ્તકે બહાર પડે છે, તે આબાલવૃદ્ધ સૌને આનંદ સાથે ધર્મભાવના પ્રેરક હોય છે. અને એકે ખરીદી વચેલ પુસ્તક બીજાને (તે પુસ્તક વાંચવા-ખરીદવા પ્રેરણું કરે છે. જેને પરિણામે તે પુસ્તકે તાત્કાલિક વેચાઈ જાય છે. છેલ્લા ર૦-ર૧ વર્ષથી પૂજ્ય મહારાજશ્રીનાં પુસ્તકની ખૂબ માંગ રહે છે, તે અમે જોતા આવ્યા છીએ.
મહારાજશ્રીનાં પુસ્તકોની નવી આવૃત્તિઓ સગોની પ્રતિકૂળતાને કારણે કરી શકતા નથી તેથી ઘણા વાચકો અમારા ઉપર નારાજ થાય છે તેનું અમને દુઃખ થાય છે. પણ અમારે વાચકોને સંતોષવા પ્રયત્ન ચાલુ હોય છે. અને તે પ્રયત્ન સફળ કરવા શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. અને વળી અમને બળપ્રદાન કરવા વિનવીએ છીએ.
અંતમાં પૂજ્ય ગુરુદેવની સબ્રેરણાથી જે જે સંસ્થાઓ, તથા જે જે ધર્મપ્રેમી મહાનુભાવોએ આર્થિક સહાય આપી, પુસ્તક ખરીદીને અમને જે પ્રોત્સાહન આપ્યું છે. તેમને આભાર માનીએ છીએ.
સાહિત્યપ્રેમી ભાઈઓ આ પુસ્તકનું વાચન કરતા સુસંસ્કારોના અમૃતને હદયે ધારશે તે મૂળ સર્જક, સંસ્કૃતમાંથી સરળતાથી હિંદીમાં ઉતારનાર અને ગુજરાતીમાં અનુવાદ કરનારને શ્રમ સફળ થયે મનાશે.
આ પ્રકાશનમાં કેઈપણ ક્ષતિ રહી હેય–દેખાય તે અમને જણાવવા કૃપા કરશે.
પ્રકાશક