________________
પ્રકાશકીય
જેન બંધુઓના કરકમળમાં આ મહારાજા વિક્રમાદિત્યનું ગુર્જર ભાષામાં પુસ્તક મુક્તાં અમે આનંદ અનુભવીએ છીએ.
- “કૃષ્ણ સરસ્વતી’ બિરુદ ધારક પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ. પંન્યાસજી શ્રી શુભશીલગણિવર્યો વિક્રમ સંવત ૧૪૯માં ખંભાતમાં સંસ્કૃતમાં વિક્રમ ચરિત્રનું સર્જન કર્યું. તેનું હિંદીકરણ બાળપયોગી અનેક પુસ્તકોના રચયિતા પ. પૂજ્ય પ્રવર્તક સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ સારા જેવો શ્રમ લઈ કર્યું છે. એ હિંદી અનુવાદનું કાર્ય ખૂબ પરિશ્રમે, પ્રમભાવે સ્રાક્ષરવર્ય શ્રી કૃષ્ણ પ્રસાદજી ભટ ટૂંક સમયમાં કરી આપ્યું છે. તે ગુજરાતીભાષી ભાઈઓને ઘણું ઉપયોગી થઈ પડશે.
આ પુસ્તકમાં જીવનમાં ઉપયોગી થાય તેવા વિચારો હેવા ઉપરાંત દાન-ધર્મની મહત્તા ગાઈ હોવાથી માનવજીવન ઘડતરમાં આ પુસ્તક મહત્ત્વનું થઈ પડશે, એમ કહેવું જરાય વધારે પડતું ? નથી.
અત્યારે પ્રગટ થતાં પુસ્તકો બાળકે અને તેનાં વાંચનારાઓના માનસને વિકૃત કરતા હોય છે, તેથી ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરનાર પુસ્તકોની આવશ્યકતા જણાય છે. અને તેથી જ આ સંસ્થાએ આવી મોંઘવારીમાં આ સચિત્ર પુસ્તક પ્રગટ કરવાનું સાહસ ખેડયું છે.
એક વાત જણાવતાં ખૂબ જ આનંદ થાય છે, પરમ પૂજ્ય પ્રવર્તક સાહિત્યપ્રેમી મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીનાં