________________
પ્રસ્તાવના (હિંદી વિક્રમાદિત્ય ભાગ-૨-૩ની) આ પુસ્તક માટે લખું તે શું લખું? આ પુસ્તકમાં પ્રાતઃસ્મરણીય, પરદુઃખભંજન મહારાજા વિક્રમના જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિરંજનવિજ્યજી સાહિત્યપ્રેમી મહારાજ સાહેબે સંસ્કૃતમાંથી હિન્દી અનુવાદ કરી સાહિત્યરસિક જનતાને ભેટ આપ્યું છે. એટલે મારે માટે લેવાનું રહ્યું જ શું? તેમ છતાં મારી અલ્પ બુદ્ધિની મર્યાદામાં રહીને બે ચાર શબ્દો લખી રહ્યો છું. - આ પુસ્તકમાં જેમનાં જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે મહાન વિભૂતિ માટે સાક્ષરોએ વિવિધ માં પ્રદર્શિત કર્યા છે. કેઈએ મહારાજા વિક્રમને પાર્થિવ રાજા અઝીઝ કહ્યા છે. તે કેઈએ વર્શિષ્ટ પુત્ર શાતકણ કહ્યા છે. કેઈએ અગ્નિમિત્ર, વસુમિત્ર કે કનિષ્ઠ કહ્યા છે. કેઈએ વળી ગભિલ્લના રાજકુમાર હતા એમ પણ કહ્યું છે. કોઈએ ભડી-ભરુચના રાજ બલમિત્ર કહ્યા છે.
વિદ્વાનો એ સંવત પ્રવર્તક મહારાજા વિક્રમાદિત્ય માટે જે કહેવું હોય તે કહે, પરંતુ હું તો પરદુઃખભંજન અવંતીપતિ મહારાજા વિક્રમાદિત્યે માનવશક્તિની મર્યાદા ઓળંગી દુઃખાઓ–અના માટે એવાં કાર્યો કર્યા છે, તેથી તેમની યાવદ્રચંદ્રદિવાકરી યશસુવાસ પ્રસરી રહેશે. એ જ કહેવા ઈચ્છું છું.
મહારાજા વિક્રમાદિત્યનાં કાર્યોનું નિરૂપણ કરતાં માનવજીવન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. વ્યવહારકુશળ કોને કહેવાય, નીતિ કોને કહેવાય, બુદ્ધિને સપયોગ