________________
नानु सरे
૧૮૦
四四園
વિક્રમચરિત્રને લાવવા સખી આવી. શેઠકન્યાને જોતાં જ વિક્રમચરિત્રે કહ્યું. “ હું બહેન ! નમસ્કાર. તેં મને કેમ એલાન્યા ? ”
વિક્રમચરિત્રના શબ્દો સાંભળી લક્ષ્મી બેભાન થઇ ગઈ. તેથી તેની સખીએ શીતલાપચાર કર્યાં, ને તે શુધ્ધિમાં આવી. શુધ્ધિમાં આવ્યા પછી શૂન્ય ચિત્તે જમીન પર દૃષ્ટિ રાખી ઉદાસ મોઢે બેસી રહી; તેની સખીએ ઘણું ઘણું પૂછ્યું પણ તે કાંઈ ખેલી નહિં ત્યારે દાસીઓ તેને પૂછવા લાગી. “ તમને શું થાય છે? તમને કયું દુઃખ સતાવે છે ?”
દાસીએ પૂછી રહી હતી ત્યાર વિક્રમચરિત્ર મનમાં વિચારવા લાગ્યા, મારા અહીં આવવાથી જ દુઃખ થયું, તેથી મારી જાતને ધિક્કાર હા.”
ઃઃ