________________
૧૪
વિક્રમચરિત્રના શબ્દ સાંભળી સેવક ત્યાંથી ચાલ્યા ગયે.
સાંજને સમય થયે ત્યારે વિક્રમચરિત્ર ઘડારમાં ગયે ને ઘડારના અધ્યક્ષને પૂછયું, “અશ્વપાળ! અહીં કયા ક્યા ઘડા કઈ કઈ જાતના છે તે મને કહો.”
અશ્વપાળ વિક્રમચરિત્રના પૂછવાથી ઘોડાઓ વિષે કહેવા લાગ્યું, “આ ઘડાઓ સિંધુ દેશના છે. આ ઘેડાએ પંચભદ્ર નામના છે. કેકાહ, ખુશાહ, કિયાહ, નીલક, બેલ્લાહ, ખાંગાહ, સુરુહક, હલીહક, હાલક, પાટલ વગેરે જુદા જુદા દેશના તથા અનેક જાતિના ઉત્તમ ઘેડાથી આ રાજ્યની અશાળા ભાયમાન છે. આ ઘડાથી પણ આ ઘોડા ઘણા વેગવાળા છે. વળી તે મનહર પણ છે. તેમનાથી આ ઘડા ઘણું જ ઉત્કૃષ્ટ છે.”
અશ્વપાળના શબ્દો સાંભળી વિક્રમચરિત્ર ફરીથી પૂછવા લાગે “ આ સિવાય બીજા ઘોડાઓ છે ખરા ? ”
ત્યા બે ઘડા છે.” અશ્વપાળે કહ્યું, “તેમના નામ વાયુવેગ અને મને વેગ છે. તે બધાથી સારા લક્ષણવાળા છે.”
એ બે ઘોડાઓને જોઈ પિતાના મનમાં આશ્ચર્ય પામતે વિક્રમચરિત્ર વિચારવા લાગ્યું, “મારે પાંચ જ દિવસમાં સે જન જવું છે, તેથી મને વેગ ઘોડા સિવાય કાર્ય સિધ્ધ થશે નહિ.” આ પ્રમાણે વિચારી બધા ઘડાઓને જોઈ વિક્રમચરિત્ર પિતાને સ્થાને આવ્યું ને રાતના અદશ્ય શરીરે તે ઘોડારમાં આવ્યું. ને મને વેગ ઘેડા પર સવાર થઈ