________________
૧૭૭
સાથે આપણે શું લેવાદેવા? શ્રી વિક્રમચરિત્ર માટે બીજી ઘણી સુંદર કન્યાઓ મળશે. આપણે એક કન્યા માટે રાજા મહાબળ સાથે અહીં યુદ્ધ કરીશું તે કેટલાયને નાશ થશે. પુષ્પથી પણ યુદ્ધ નહિ કરવું જોઈએ એ નીતિવચન છે. તે શસ્ત્રથી યુદ્ધ શાને કરવું ? યુધ્ધમાં વિજયે જ મળશે તેમ માની પણ કેમ લેવાય? વળી યુધ્ધ કરતા ઉત્તમ પુરુષને પણ નાશ થાય છે.”
ભટ્ટમાત્રના ન્યાયવાળા શબ્દો સાંભળી વિક્રમચરિત્ર સાથે મોકલેલ માણસ શાંત થઈ ગયે. આ જોઈ ભટ્ટમાત્ર આનંદ પામ્યું. તે પછી ભઠ્ઠમા સૈન્ય સાથે અવંતી તરફ પ્રયાણ ર્યું. અવંતીમાં આવી મહારાજા વિક્રમાદિત્યને મળી બધી વાત કહી. તે સાંભળી વિકમાદિત્યે રાજકુમાર માટે કન્યા શોધવા ભક્માત્રને બીજે મોકલે, ત્યારે વિક્રમચરિત્રે મેકલેલ સેવક વિક્રમચરિત્રને મળે. ને તેણે બધા સમાચાર કહ્યા.
રાજા મહાબળની કન્યા જેવી સ્વરૂપવતી કન્યા સંસારમાં બીજી મળવી અશક્ય છે.”
સેવકના શબ્દ વિક્રમચરિત્રના હૃદયમાં અંકિત થઈ ગયા. તેમનું મન એ કન્યા તરફ આકર્ષાયું. પણ પિતાના મનના ભાવ જણાવા ન દેતાં તે હસીને બોલ્યા, “અંગ, વંગ, કલિંગ વગેરે દેશમાં ઘણી સ્વરૂપવાન કન્યાઓ છે. જે કન્યા બીજાને અપાઈ ગઈ છે તેના માટે મારે શાને ઈરછા કરવી? હું કઈ બીજા રાજાની સ્વરૂપવતી કન્યા સાથે લગ્ન કરીશ.”
૧૨