________________
૧૭૬
વિચારવા લાગ્યું, “મહારાજા વિક્રમાદિત્યને આ મંત્રી મહાબુદ્ધિશાળી છેમહાન વ્યક્તિ છે. ખોળામાં રહેલાં પુષ્પ બને હાથને સુવાસિત કરે છે, તેમ ઉદાર વ્યક્તિ અનુકૂળ, પ્રતિકૂળ સંજોગોમાં એક સરખું જ વર્તન રાખે છે. ઉપકાર કરે, સાચે સ્નેહ કરે એ સજજન માણસને સ્વભાવ છે ચંદ્રને કેઈએ ઠંડે કર્યો નથી પણ તે સ્વભાવથી શીતળ છે.”
ભટ્ટમાત્ર મહાબળ સાથે વાત કરી જ્યારે પાછો ફર્યો, ત્યારે વિક્રમચરિત્ર સાથે મોકલેલા માણસે કહ્યું, “આવી સંદર્યસંપન્ન રાજકુમારી સાથે વિકમચરિત્ર સિવાય કેણ વિવાહ કરી શકે? અમે કયારે પણ આ પ્રમાણે થવા દઇશું નહિ.”
આ સાંભળી ભઠ્ઠમાત્ર બે, “રાજા મહાબળના મંત્રીએ એ કન્યાને બીજે વિવાહ નક્કી કરી દીધો છે, તે પછી આપણે એ કન્યાને વિચાર પણ કેમ કરી શકીએ.”
વિક્રમચરિત્રના માણસેએ ભમાત્રના શબ્દો સાંભળી કહ્યું, “અમે એ કન્યાને અહીંથી લઈને જ જઈશું. અને આપણા મહારાજાના પુત્ર સાથે વિવાહ કરાવીશું. શ્રી વિક્રમચરિત્રને લાયક એ કન્યા બીજાને પરણાવવામાં આવે તે આપણે મહું શું બતાવીશું ? આપણે તે જીવતા મુવા જેવા ગણુઈશું. જે વ્યક્તિ પિતાની શક્તિની મર્યાદામાં રહી પિતાના સ્વામી-માલિકની સેવા નથી કરી શકતી તેના જીવવાથી શો લાભ? આ તે આપણા માટે માનહાનીની વાત છે.”
આ સાંભળી ભમાત્ર કહેવા લાગ્યું, “આ કન્યા