________________
૧૭૫
ઉજાળનારી પુત્રીને જેના ઘરમાં જન્મ ન થાય તે જ ખરા આ લેકમાં સુખી છે.
કન્યાને જન્મ થતાં શોક થાય છે. જેમ કન્યા ઉમરે વધે છે, તેમ ચિંતા પણ વધે છે. તેના વિવાહ કરતાં ઘણા જ ખર્ચ કરવા પડે છે. તેથી કન્યાના બાપ થવું તે કષ્ટદાયી છે.”
આમ રાજા મહાબળ સંકલ્પવિકલ્પ કરતા ભટ્ટમાત્રને માનપૂર્વક કહેવા લાગ્યા, “મારો મંત્રી વિવાહનું નક્કી કરીને આવ્યો છે. જાન થાડા સમયમાં અહીં આવશે. જેની સાથે કન્યાના પહેલા વિવાહ કર્યા હાય તેને કન્યા પરણાવવી જોઈ એ તેવા લેાકાચાર છે. તે તમે બુધ્ધિમાન હાઇ જાણેા છે. હુ તમને આ વિષયમાં વધારે શું કહું? બુદ્ધિમાન હંમેશાં વિચારીને કામ કરે છે, ઉતાવળે કાઈ કામ કરવું ન જોઈએ, ઉતાવળે કામ કરતાં મુશીબત આવી પડે છે, જેએ વિચારીને કામ કરે છે, તેને ત્યાં ગુણથી લેાભાઈ લક્ષ્મી પોતાની જાતે જ આવે છે.
આ પેાતાનું છે અને આ પારકુ છે તે હલકી બુધ્ધિવાળા વિચારે છે. ઉદાર ચિત્તવાળા માટે આખી પૃથ્વી કુટુંબ રૂપ છે.” રાજાના નમ્રતાપૂવ કનાં ભક્તિભાવવાળાં વચનેા સાંભળી ભટ્ટમાત્ર ખેલ્યે, “હે રાજન ! જેની સાથે વિવાહ કરવાનું નક્કી થઈ ગયું છે તેની સાથે ભલે તમે તમારી કન્યા પરણાવે.
''
,,
ભટ્ટમાત્રનાં વચન સાંભળી રાજા મહામળ મનમાં