________________
પ્રકરણ બાવીસમું .. .. સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનની પ્રભાવના કરવાની ઇચ્છાથી વૃદ્ધવાદિ ગુરુના શિષ્ય સર્વજ્ઞપત્રનું બિરુદ ધારણ કરી પૃથ્વી પર ભ્રમણ કરતા હતા. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજે વિહાર કરતા કેટલાય ભવ્ય જીવોને જિનેશ્વરે કહેલા ધર્મનું જ્ઞાન કરાવ્યું. અને પ્રાણીઓના મિથ્યાત્વ રૂપી વિષને સર્વજ્ઞ કથિત આગમ રૂપી અમૃત રસથી નાશ કર્યો.
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ વિહાર કરતા કરતા અવંતીની બહાર આવેલા ઉધાનમાં પધાર્યા. તે વખતે કીડા કરવા નીકળેલા મહારાજા વિક્રમાદિત્યે તેમને જોયા એટલે તેમની પરીક્ષા કરવા હાથી પર બેઠા બેઠા મનમાં ને મનમાં સૂરીજીને ભાવ નમસ્કાર કર્યા, ત્યારે સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજે હાથ ઊંચો કરી મહારાજને ધર્મલાભ રૂપી આશીર્વાદ આપે.
આપે મને ધર્મલાભ કેમ આપે?” રાજા વિક્રમાદિત્યે પૂછ્યું, “મેં તે તમને વંદન કર્યું ન હતું.”
૧૧