________________
ઝાડ પરથી નીચે ઊતરી. તેને જોતાં જ ચોરે તેને પિશાચિની માની બધું ત્યાં ને ત્યાં મૂકી નાસી ગયા.
ચોના ગયા પછી તે વૃધ્ધાએ ત્યાં પડેલાં વસ્ત્રાભૂષણે પહેરી પિતાને ઘેર આવી. વૃધ્યાને લેતાં ધણી-ધણિયાણી નવાઈ પામ્યાં ને પૂછવા લાગ્યાં, “તમે આટલી બધી સંપત્તિ કેવી રીતે મેળવી ?”
“હું આત્મબળથી સ્વર્ગમાં ગઈ” વૃધ્ધા બોલી, “મારું સાહસ જોઈ ઇદ્રદેવ મારા પર પ્રસન્ન થયા ને આ બધું આપી મને પાછી અહીં મેકલી.”
આ સાંભળી વીરમતીએ પૂછયું, “જે કોઈ યુવતી આ પ્રમાણે કાષ્ટ ભક્ષણ કરે તે ઇંદ્રદેવ તેનું કેવું સન્માન કરે ?”
જે કઈ યુવતી કાષ્ટ ભક્ષણ કરે, વૃધ્ધા બોલી, “તે ઈદ્ર પ્રસન્ન થઈ આથી આઠગણું સંપત્તિ આપી સન્માન કરે.”
જે એમ છે તે હું પણ કાષ્ટ ભક્ષણ કરીશ.” વીરમતી એમ બોલી મરવા તૈયાર થઈ.
રાતના સાસુએ જાતે જઈ લાકડાં લાવી ચિતા તૈયાર કરી. એ ચિતામાં વીરમતી બેઠી. એટલે સાસુએ ચિતા સળગાવી, ચિતા સળગી અને વહુ બળી રાખોડી થઈ ગઈ
સવાર થયું. પિતાની પત્ની પાછી આવી નહિ તેથી પુત્રે પૂછયું, “બા, હજી સુધી તે કેમ ન આવી?” જવાબમાં વૃધ્ધાએ કહ્યું, “મરેલા તે વળી પાછા આવતા હશે ?” કહી વૃધ્ધાએ બધું કહ્યું ને પિતે જે ધન લાવી હતી તેનાથી દિવસે જતાં પિતાના પુત્રને ફરીથી પરણા.