________________
૧૫૫
રાજા ઝાડ પાસે ગયે. તેના પર ચઢી મડદાને છૂટું કરવા બંધન કાપવા લાગ્યા. બંધન કપાતાં મડદું નીચે પડ્યું. એટલે રાજા ઝાડ પરથી નીચે ઊતર્યા, ત્યાં તે પેલું મડદું પાછું ઝાડની ડાળી સાથે બંધાઈ ગયું. આથી રાજાએ ફરી ફરીને મડદાને ડાળીથી છૂટું કરવા યત્ન કર્યા. પણ તે યત્ન નિષ્ફળ ગયા. મડદુ ડાળીથી છૂટું થયું નહિ. ફરી, તે ડાળીએ બંધાઈ રહ્યું, રાજાને કષ્ટ વેતા જોઈ અગ્નિશૈતાલ મડદામાં પ્રવેશ કરી બે, “હે રાજન ! બુદ્ધિમાનોને સમય કાવ્ય, ગીત અને શાસ્ત્રશ્રવણ કરવામાં-વિનોદ કરવામાં વ્યતિત થાય છે, ત્યારે મૂખને સમય વ્યસન, નિદ્રા અને કંકાસમાં વ્યતિત થાય છે. આ સંબધની એક જૂની વાત તમને કહું છું, તે સાંભળે.”
રાજાને એ મડદામાં રહેલા અગ્નિશૈતાલે રાત પૂરી થતાં સુધીમાં પચીસ વાત કહી અને કહ્યું, “એ યેગી પ્રપંચથી તમારા જેવા શ્રેષ્ઠ પુરુષનું યજ્ઞકુંડમાં બળિદાન આપી સુવર્ણ પુરુષ બનાવવા ચાહે છે, તેથી તમે એ ગીને વિશ્વાસ કરશે નહિ. તે દુરાત્મા ઘણે પ્રપંચી છે. પાપીઓને સરદાર છે. આવી વ્યક્તિઓ પિતાના સ્વરૂપને પ્રગટ થવા દેતા નથી. દુર્જનેને ગમે તેટલે ઉપદેશ આપે, છતાં તે અનિષ્ટ કર્યા વિના રહેતા નથી. હું તે મંત્ર જપતા દુરાત્મા પાસે જઈ શકતું નથી. તેથી તમે જ તેની પાસે જાવ”
મડદાથી બેલાયેલા શબ્દો સાંભળી મહારાજ નવાઈ પામ્યા ને મનમાં વિચારવા લાગ્યા, “દુષ્ટબુદ્ધિ દુર્જને