________________
૧પ૧
પ્રકાશિત કરે છે. પણ સુપુત્ર તે પિતાના પૂર્વજોને પિતાના ગુણોની શ્રેષ્ઠતાથી પ્રકાશિત કરે છે. રાત્રિને પ્રકાશિત કરનાર ચંદ્ર છે, દિવસને પ્રકાશિત કરનાર સૂર્ય છે. ત્રણ લેકને પ્રકાશિત કરનાર ધર્મ છે અને કુળને પ્રકાશિત કરનાર સુપુત્ર છે.”
રાજા આમ વિચારતા હતા ત્યારે વિક્રમચરિત્ર કહ્યું, બાપુ! મારી માતા સુકમલા સાથે લગ્ન કરી કપટથી અહીં આવ્યા તેને બદલે લેવા મેં સામંત, મંત્રી, વેશ્યા વગેરેને છેતરી શરમજનક સ્થિતિમાં આપ સર્વને મૂકયાં”
“હું ખરેખર ધિક્કારને પાત્ર છું.” વિક્રમચરિત્રના શબ્દ મહારાજા બોલ્યા, “મેં સુકમલા જેવી સ્ત્રીને પરણી કપટથી તજી દીધી તે મેં સારું તે નથી જ કર્યું.”
રાજાને મનથી દુઃખી થતાં જોઈ વિક્રમચરિત્ર કહ્યું, બાપુ! આમાં તમારો જરાય દેષ નથી. એ બધાં કર્મનાં ફળ છે. પ્રત્યેક પ્રાણ પોતે કરેલા કર્મનાં જ ફળ ભોગવે છે.” કહી પિતાના પિતાના ચરણોમાં ભક્તિપૂવર્ક પ્રણામ કરી તેણે પ્રતિષ્ઠાનપુર તરફ ચાલવા માંડયું. પ્રતિષ્ઠાનપુર પહોંચી પિતાની માતાને મળી તેને હર્ષિત કરી માતા તેમ જ શાલિવાહન રાજાના ચરણમાં પ્રણામ કર્યા ને અવંતીમાં તેણે જે કાંઈ કર્યું હતું તે બધું કહ્યું. પછી પિતાની માતાને લઈ વિક્રમચરિત્ર અવંતી તરફ જવા નીકળે. | વિક્રમચરિત્ર માતા સાથે અવંતી લગભગ આવી પહોંચે, તે સમાચાર વિક્રમને મળતાં તે પત્ની અને પુત્રને