________________
એ સંગ પાંચમો
હો
પ્રકરણ એકવીસમું . ... . સુવર્ણ પુરુષની પ્રાપ્તિ
પિતા-પુત્ર પેટ ભરીને વાત કરી પછી વિક્રમાદિત્યે પિતાના પુત્રને કહ્યું, “હવે પુત્ર! તું ઊઠ. જમી લે.”
મારી માતા સમક્ષ પ્રતિજ્ઞા કરી છે.” વિક્રમચરિત્ર વિક્રમાદિત્યના શબ્દો સાંભળી બેલે, “હું મારા પિતાને મળી તને પ્રણામ કરવા જલદીથી પ્રતિષ્ઠાનપુરના રસ્તે પડીશ ત્યારે જળપાન કરીશ, તેથી હું હમણાં જમી શકું તેમ નથી.” | વિક્રમચરિત્રના શબ્દો મહારાજાના હૃદયને સ્પર્શી ગયા. તે મનમાં બેલ્યા, “આની નમ્રતા પ્રશંસનીય છે. આ પુત્ર માતાપિતાની ભક્તિવાળે છે. જે પુત્ર માતાપિતાને ઉત્તમ આચરણથી પ્રસન્ન કરે છે તે જ પુત્ર કહેવાય છે. પિતાના હિત કરતાં પિતાના પતિનું વધુ હિત ચાહનાર જ પત્ની ગણાય છે. વળી સંપત્તિ-વિપત્તિમાં એક સરખે સંબંધ રાખે તે જ મિત્ર ગણાય છે. આ ત્રણ વસ્તુઓ માણસ પુન્યશાળી હોય તે જ મળે છે. દીવે તે પાસેની વસ્તુઓને