________________
૧૪૮
હતે. ખચીત આ પુત્ર તેને છે.” આમ વિચારી રાજાએ તેને પૂછયું, “તમારા પિતા કેણ છે, તે તમે કઈરીતે જાણ્યું ?”
રાજાના પ્રશ્ન દેવકુમારે અથેતિ કહેતાં કહ્યું, “તમારા લખેલા શ્વેકથી જ હું તમને ઓળખી શકો.”
આ સાંભળી વિક્રમાદિત્ય સિંહાસન પરથી ઊઠયા, આનંદ સાથે પિતાના પુત્રને ભેટયા ને પિતાની સાથે અર્ધા સિંહાસન પર બેસાડીને કહ્યું, “આ મારે પુત્ર છે. તે મારી પત્ની સુકેમલાના ગર્ભથી ઉત્પન્ન થયેલે સાહસિકમાં અગ્રણી છે.” કહી વિક્રમાદિત્યે તેણે કરેલાં અનેક ચરિત્રથી તેનું નામ વિક્રમચરિત્ર” રાખ્યું.
પુત્રના આવ્યાથી હર્ષ પામી રાજાએ કાલી વેશ્યાને આઠ ગામ ઈનામમાં આપી તેને સન્માન સાથે વિદાય કરી, તે પછી રાજાએ વિક્રમચરિત્રને પૂછયું, “હે પુત્ર ! તે આ નગરમાં ચોરીઓ કેમ કરી? પ્રતિષ્ઠાનપુરથી આવી મને કેમ ન મળે ?”
“તમે ક્યુટ કરી મારી માતાને પરણ્યા.” રાજાના પ્રશ્નને જવાબ આપતાં વિક્રમચરિત્રે કહ્યું, “તમે તેને કપટથી ત્યાં છેડી અહીં ચાલ્યા આવ્યા, તેથી જ મેં યુકિતથી રાજમહેલમાં આવી વસ્ત્રાભૂષણ ઊઠાવી લીધાં ને કેટવાળા વગેરેને યુક્તિથી હેરાન કર્યા.
ચંડિકા દેવીએ મને પ્રસન્ન થઈ વરદાન આપી મને વિદ્યા આપી, તે વિદ્યા હજી આગળ અમુક મર્યાદા સુધી રહેશે.