________________
૧૭
દેવકુમાર વેશ્યા સાથે નીકળે, ત્યારે તેને જોવા લોકે પિતાને કામધંધે છેડી બહાર આવ્યા ને સુંદર શરીરવાળા ચોરને જોઈ અંદર અંદર કહેવા લાગ્યા. “આનું અકાળે મત થશે.”
રાજાજી તેનું સન્માન કરશે.” બીજાએ કહ્યું.
કેઈ કહે, “અરે આ ચોર સાથે વેશ્યા પણ મુશીબતમાં મૂકાશે.”
લેકેના શબ્દ સાંભળતે ચોર નીડરતાથી, રાજા હતા ત્યાં આવ્યા ને વસ્ત્રાભૂષણ વગેરે તેમના પગ પાસે મૂકી તેણે પ્રણામ કર્યા.
ચોરને જોતાં રાજાના હૃદયમાં પ્રેમને શ્વેત વહેવા લાગે. તેમણે પૂછ્યું “હે. ચોર ! તમે કહ્યું છે? ક્યાંથી અહીં આવ્યા છે? શા માટે આવ્યા છે અને તમે કેના પુત્ર છો ?
રાજાના પ્રશ્નો સાંભળી ચોર બોલે, “હે રાજન! તમે તમારા સાત જન્મની વાત જાણે છે, તે વિદેશમાં આવેલા મને કેમ જાણતા નથી? હું શ્રીમાન શાલિવાહન રાજાની પુત્રીને પુત્ર છું અને પ્રતિષ્ઠાનપુરથી મારા બાપુને પ્રણામ કરવા આવ્યો છું.”
ચોરના શબ્દથી રાજાને વિચાર આવ્યું, “પ્રતિષ્ઠાનપુરમાં હું મારી સ્ત્રીને ગર્ભાવસ્થામાં મૂકી અહીં આવ્યું