________________
૧૪૪
અંગે કહ્યું. તે સાંભળી દેવકુમારે વેશ્યાને કહ્યું, “ ઊતાવળે જઈ તમે ઢેલને અડકે; તેમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવશે.”
આ સાંભળી વેશ્યાએ કહ્યું, “રાજાને વ્યવહાર વિચિત્ર હોય છે. જે તે આ ઢંઢેરાના શબ્દ પાછા ખેંચી લે, ને મારા પર દેષ મૂકી ઘણા દિવસોથી ભેગું કરલું દ્રવ્ય પડાવી લે તે મારી શી દશા થાય ?”
ગભરાવાની જરાય જરૂર નથી. જાવ, તમે ઢેલને અડકે, તમારું ભલું થશે.”
ઠીક” કહી વેશ્યા ઢોલવાળે હતે ત્યાં આવી ઢેલને અડકી એટલે સેવકેએ જઈ રાજાને વાત કરી. “કાલી વેશ્યા ઢેલને અડકી છે.”
આ સાંભળી રાજાએ મંત્રીઓ વગેરે સાથે મંત્રણા કરીને કહ્યું, “વેશ્યાને અડધું રાજ કઈ રીતે અપાય?”
આમાં મનદુઃખ કરવાનું કાંઈ જ કારણ નથી.” મંત્રીઓએ કહ્યું. “જ્યારે આપણા હાથમાં વસ્ત્રાભૂષણ વગેરે આવી જાય, ચોર આપણા હાથમાં આવી જાય, પછી ચોરને પકડી પ્રજાને સુખ આપવું ને વેશ્યા સાથે લગ્ન કરવાં. આમ કરતા વેશ્યાને અડધું રાજ જે આપવાનું છે તે આપણું ઘરમાં જ આવશે.”
“નીચ જાતની વેશ્યા સાથે લગ્ન કેમ થાય?” મંત્રીઓના