________________
૧૪૩
દેવ કે વિદ્યાધર છે. તેના સિવાય આ ચમત્કાર બીજાથી થઈ શકે નહિ.”
ત્રણ દિવસ સુધી અગ્નિશૈતાલ નગરમાં ફર્યો. પણ તેનાથી ચોર પકડાય નહિ. પણ તેનું શરીર કૃશ થઈ ગયું. તે રાજા પાસે આવ્યા ને કહ્યું, “રાજન ! જે ચોર ચોરી કરે છે, તે કઈ વિદ્યાધર અથવા અસુર છે. તે કેઈને હાથમાં આવશે નહિ તેમ હું માનું છું.”
“આ ચોર કોઈ પ્રપંચીઓને સરદાર છે” વિક્રમાદિત્ય બોલ્યા, “તે મનુષ્ય અથવા દેવ પિતાનું રૂપ કેઈને જણાવા દેતા નથી. તે જે મળશે તે તે સરળ ભાવથી મળશે. માટે આજે નગરમાં ઢંઢેરો પીટાવી જાહેર કરે, જે કઈ ચોરને પકડી લાવશે તેને અર્થે રાજ આપવામાં આવશે ને તેના મનોરથ પૂર્ણ કરવામાં આવશે.”
રાજાના વચન સાંભળી મંત્રીઓએ કહ્યું, “અત્યારે તે તે જ કરવા જેવું છે. આ ઢંઢરે પિટાવ્યા સિવાય ચોર પકડાવાને નથી.”
સર્વાનુમતે આ નિર્ણય થતાં મંત્રીઓએ ઢેલ પીટાવી સ્પષ્ટ શબ્દોમાં ઘેષણ કરાવી, “જે કઈ ઢેલને અડકશે અને ચિરને પકડશે, તેને રાજા અધું રાજ આપી સન્માનશે.”
ઢેલ વગાડતા વગાડતે ઢંઢેરો પીટનાર વેશ્યાઓના મહેલ્લામાં આવ્યા. ત્યારે દેવકુમારે પૂછયું, “શાની ઘોષણ થઈ રહી છે?” જવાબમાં વેશ્યાએ થઈ રહેલી ઘોષણા