________________
૧૪૧
કરે. માતાપિતા બાળકને તેમજ સેવકને ગમે તે અપરાધ થયેલ હોય તે પણ તે ક્ષમા કરે છે.”
દ્વારપાળની દયા માટેની પ્રાર્થના સાંભળી વિક્રમાદિત્ય બેલ્યા, “હે દ્વારપાળ ! આમાં તારે જરાય દોષ નથી. મને જે દુઃખ થયું છે, તે મારા ભાગ્યથી થયું છે અને તે માટે હું કઈને દેષ દેતું નથી. ઉત્તમ વ્યક્તિ પિતાનાં ભાગ્યને જ દેષ દે છે. બીજાઓને નહિ.” કહી રાજા વસ્ત્ર પહેરી અને ઘોડા પર બેસ મંત્રીવર્ગ સાથે ઉદયાચળ પર્વત પર સૂર્ય જણાય તેમ નગરમાં-મહેલે આવ્યા તે પછી વિક્રમાદિત્યે મંત્રીઓને કહ્યું, “આ ચોર ઘણે બળવાળે છે. અને તે મહાન વિદ્યાઓને જાણકાર છે. તે મારું રાજ્ય પડાવી લેવાની ઈચ્છાથી આપણું મંત્રીઓ વગેરેની દુર્દશા કરે છે”
રાજા આ કહી રહ્યા હતા, તેવામાં દેવદ્વીપથી નૃત્ય વગેરે જોઈ અગ્નિશૈતાલ મહારાજા પાસે આવ્યું. અગ્નિતાલને આવેલે જોઈ રાજા ખુશ થયા ને તેને કહેવા લાગ્યા, “તમે
ગ્ય સમયે આવી પહોંચ્યા છે. અત્યારે મારા પર મહાન આફત આવી પડી છે. કેઈ ચોરે ભક્માત્ર વગેરે મંત્રીઓને સંકટમાં નાખી દીધા છે. તે ચોર અત્યાર સુધી દેખાયે નથી. અને પકડી પણ નથી.”
“હું પ્રતિજ્ઞા કરું છું.” વિક્રમાદિત્યનાં વચને સાંભળી અગ્નિતાલ બોલે, “ત્રણ દિવસમાં એ ચોરને હું જરૂર પકડીશ.” કહી અગ્નિ વૈતાલ ત્યાંથી ચાલ્યા ગયે. ને નગરમાં