________________
૧૪૦
દ્વારપાળે મંત્રીઓનાં વચને સાંભળી કહ્યું, “રાજાજી ચર પકડવા નગર બહાર ગયા હતા, પણ ચાર મળે નહિ, તેથી તે પાછા આવ્યા ને મહેલે ગયા.”
આ સાંભળી મંત્રીઓએ કહ્યું, “રાજાજી આવ્યા નથી. ઘેડે એકલે જ આવ્યું છે. તેથી કેઇએ રાજાને નાશ કર્યો એવું જણાય છે.”
આ સાંભળી દ્વારપાળ બે, “રાતના કે અહીં આવ્યું હતું. અને બહારથી કહેતું હતું. “હું વિક્રમાદિત્ય છું. જલદી દ્વાર ઊઘાડે” ત્યારે મેં કહ્યું, “તું રાજા નહિ. પણ દુર્ણ બુદ્ધિવાળો શેર છે. જે ફરીથી આવું બેલીશ તે પથ્થરથી માથું ફેડી નાંખીશ.” મારા આ શબ્દોથી મનમાં સમજી તે ક્યાંક ચાલ્યા ગયે હોવું જોઈએ અથવા બહાર બેસી રહ્યો હશે. શું કર્યું હશે તે હું જાણતો નથી.”
ચાલ, દ્વાર ઊઘાડી” મંત્રીવર્ગે કહ્યું ને દ્વારપાળે દ્વાર ઊઘાડ્યાં. ને જોયું તે ટાઢથી ટુટિયું વાળી મહારાજા બેઠા હતા, તે જોતાં જ વસ્ત્ર વગેરે મંગાવી તેમને આપ્યા પછી રાજાને પૂછવા લાગ્યા, “રાજન ! આપની આ દશા કેવી રીતે થઈ?”
રાજાએ જવાબ આપતાં પહેલાં વન્ને હાથમાં લઈ રાતે બનેલ બનાવ કહ્યો. આ સાંભળી દ્વારપાળ રાજાના પગમાં પડે ને કહેવા લાગે, “રાતના મારાથી આપને ભયંકર અપરાધ થયેલ છે, તે મારા પર દયા કરી ક્ષમા