________________
૧૩૯
પણ અવંતીપતિ વિક્રમાદિત્ય છું. ચોરે પ્રપંચથી મારી આ દશા કરી છે.”
આ શબ્દથી દ્વારપાળ ગુસ્સે થયે, બોલ્યા, “ઓ દુષ્ટ ! તું આવું વધારે વાર ન બોલ, નહિ તે હું તારું માથું પથ્થરથી ફેડી નાંખીશ, રાજા વિકમાદિત્ય તે ક્યારનાય નગરમાં આવી ગયા.”
દ્વારપાળે કહ્યું તે સાંભળી મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “ચેરે દ્વારપાળને આ પ્રમાણે કહ્યું હશે.” આમ વિચારી ભનાં કપડે જ બહાર બેસી રહ્યા. સુર્યોદય થતા ઘડે આવ્યું. તેને જોતાં લાકે વિચારવા લાગ્યા. “શું ચોરે રાજાને મારી નાખ્યા હશે? શું ઘેડે રાજાને ક્યાંક પડી આવ્યા હશે? શું કઈ શત્રુએ રાજાને નાશ કર્યો હશે? શું રાજા કેઈ કારણથી નીચે પડી ગયા હશે ?”
મંત્રીઓએ આ વાત જાણી એટલે રાજાની નગરમાં શેધ કરાવી પણ પત્તે લાગે નહિ ત્યારે મંત્રીવર્ગ વગેરે રાજાની શોધ કરતા કરતા નગરદ્વાર આગળ આવ્યા, ને દ્વારપાળને પૂછયું, “હે દ્વારપાળ ! રાજાજી અહીં આવ્યા હતા? રાજાને રાતના ક્યાંય જતા જોયા હતા? અથવા રાજાજી કયાં છે, તે તું જાણે છે? અત્યારે રાજાજી અહીં નહિ હવાથી પ્રજા અત્યંત દુઃખી થઈ રહી છે. અમે રાજાની નગરમાં ઘણું શોધ કરી પણ પત્તો લાગતું નથી. રાજા વગર રાજ નધણિયાતું થઈ જશે.”