________________
૧૨૮
આમ કહી રાજા પિતાને મહેલે ગયે. મંત્રીઓ, વેશ્યાઓ અને લેકે ચોરની ચર્ચા કરતાં સૌ સૌને સ્થાને ગયાં.
પછી એક દિવસ વેશ્યાના ઘરમાં બેઠેલા દેવકુમારે કાલી વેશ્યાને પૂછયું, “હમણ નગરમાં શું ચાલી રહ્યું છે? ભટ્ટમાત્ર વગેરે મંત્રીઓ સાથે રાજા શું વિચારે છે ?”
“મંત્રીઓને રાજાએ કહ્યું, “જે ચોરે વેશ્યાઓની દુર્દશા કરી તેવા પરાક્રમી ચોરને કઈ રીતે પકડવો ત્યારે ભક્માત્ર વગેરે મંત્રીઓએ રાજાને કહ્યું, “તે આ નગરમાં કયાંક રહ્યો છે, ને રૂપ બદલી તે ચોરીઓ કરે છે.'
મંત્રીઓના શબ્દો સાંભળી કોટિક જુગારી બોલ્યા, એ ચોરને પકડવા મને હુકમ કરવામાં આવે અને આપના સેવકે જુદા જુદા સ્થાને રહે તે હું એ ચોરને અનાયાસે પકડી પાડીશ.”
કાટિકના શબ્દો સાંભળી મહારાજ બોલ્યા, “કોટિક, આવી વાત ન કરે. એ ચોર દેવતાઓથી પણ પકડાવો મુશ્કેલ છે”
કહે રાજન ! હું આપને સેવક જુગારી છું. રાજના શબ્દો સાંભળી કૌટિક બોલે, “આપની દયાથી એ ચોર મારા હાથમાં આવી જશે. ને હું એ ચોરને ન પકડું તે. મારું મોટું કાળું કરી મને ગધેડા પર બેસાડી નગરમાં. ફેરવે
કાટિકને આગ્રહ જોઈ રાજાએ ચોરને પકડવા આજ્ઞા આપી, એટલે સેવકે સાથે કૌટિક ચોરને પકડવા ચાલે.”