________________
૧૨૭
સાથે તેને વિચાર આવ્યું, “આ બધી શાકિની, પિશાચિની, શક્તિ કે સિકતરી હોવી જોઈએ. અથવા મહામારી, વ્યંતરી કે રાક્ષસની સ્ત્રીઓ હેવી જોઈએ” આમ વિચારતે ભયથી કંપ પૂજારી દોડતે દેડતે મહારાજ પાસે ગયે ને કહેવા લાગે, “મહારાજ, કુ શક્તિઓથી ભરાઈ ગયો છે, તે ત્યાં જલદીથી ચાલે ને શાંતિ કર્મ કરે. અત્યારે તે નિદ્રામાં છે. જ્યારે જાગશે ત્યારે ભયંકર ઉપદ્રવ કરશે.”
પૂજારીનું કથન સાંભળી રાજા નવાઈ પામ્ય ને મંત્રીઓ સાથે પૂજારીને લઈ તે સ્થળે આવ્યું. કૂવામાં જોયું તે નગ્ન સ્ત્રીઓ દેખાઈ તેથી તેમણે મેઢું ફેરવી લીધું.
ઉત્તમ પ્રકૃતિને માનવ પરાયી સ્ત્રીને નગ્ન જોઈ મેટું ફેરવી દે છે.
મંત્રીઓએ કૂવામાં જોઈ રાજાને કહ્યું, “મહારાજ ! આ કઈ શક્તિઓ નથી. પરંતુ ચરને પકડી લાવવાનું કહેનાર વેશ્યાઓ હોય તેમ જણાય છે. તે પ્રપંચીએ તેમને કૂવામાં લટકાવી છે. તેમની આવી દુર્દશા કરી છે.”
આ સાંભળી રાજાએ નગરમાંથી સ્ત્રીઓને બેલાવી તેમને કૂવામાં ઉતારી નગ્ન વેશ્યાઓને વસ્ત્રો પહેરાવી બહાર લાવી ખાંડવાળું દૂધ પિવડાવ્યું. થોડીવારે વેશ્યાઓ શુધિમાં આવી, એટલે રાજાએ તેમની આવી દશા થવાનું કારણ પૂછયું, ત્યારે વેશ્યાઓએ રાત્રે બનેલે બનાવ કહ્યો, આ સાંભળી રાજાએ કહ્યું. “એ જ ચેર છે. જેણે તમારી આ દશા કરી રાતના ક્યાંક ચાલ્યા ગયે છે. તમને હું શિક્ષા કરવાનો નથી.”