________________
૧૨૯
વૈશ્યાના શબ્દો સાંભળી ચેર કહેવા લાગ્યા, “હું હવે જઈશ. ને રાત્રે આવીશ. ચાર લેકે ચોરી કરી ધન લઈ અથવા ખાલી હાથે રાત્રે ઘેર પાછા આવે છે. હું જાતે જ કૌટિકને મળીશ અને તેને મળ્યાની કેઈ નિશાની લેતે આવીશ.” કહી તે કૌટિકને મળવા વેશ્યાને ઘેરથી નીકળે ને નગરમાં ફરતે ફરતે તે ચાર રસ્તે જ્યાં કૌટિક હતું ત્યાં આવ્યો ને કૌટિકને જોઈ લાંબી લાંબી જટાવાળ બની ચંડિકાના મંદિરમાં તે જઈ બેઠે. કૌટિક પણ નગરમાં ફરતે ફરતે ચંડિકાના મંદિર આગળ આવ્યો, તેણે મંદિરમાં સંન્યાસીનું રૂપ ધારણ કરેલ ચોરને જોયે. એટલે તેની પાસે જઈ પ્રણામ કર્યા ને બે, “હે યેગી, આવી લાંબી અને સુંદર જરા તમારા માથા પર કેવી રીતે થઈ? નગરમાં ચેરી કરનાર ચેરનું સ્થાન ક્યાં છે તે તમે જાણે છે? રેગીઓને મિત્ર વૈદ્ય હોય છે, ખુશામત કરનાર રાજાઓને મિત્ર હોય છે, દુઃખથી તપેલાને મુનિ મિત્ર હોય છે, નિર્ધનને જોષી મિત્ર હોય છે.”
હે ભદ્ર!” કૌટિકના શબ્દ સાંભળી સંન્યાસી બોલ્યા, “જો તમે માથું મુંડાવી આ હું આપું તે ચૂર્ણને લેપ માથા પર કરી મારા આપેલા મંત્રને જપ ગળા સુધી પાણીમાં ઊભા રહી બે ઘડી દિવસ ચઢી જાય ત્યાં સુધી કરે, ને હું અહી ધ્યાન કરું તે તમે ચોરનું સ્થાન જરૂર જાણું શાશે, વળી તમારે માથે મારા જેવી લાંબી જટા પણ થઈ જશે. આ બધું બે ઘડી દિવસ વિતતા થઈ જશે. તેમાં જરાય શંકા નથી.”