________________
તેનાં કર્મનાં ફળ મળી રહ્યાં છે. માણસ જે કર્મ કરે છે તે કેટી કલ્પ થઈ જવા છતાં નાશ પામતાં નથી. કર્મનાં ફળ તે ભેગવવાં જ પડે છે. રાજાના મંત્રીઓનું ક્યારે પણ સારું થતું નથી. જે તે રાજાનું ભલું કરવા જાય તે પ્રજાનું ભૂરું કરે છે. જે તે પ્રજાનું ભલું કરવા જાય તે રાજા તેને ત્યાગ કરે છે, રાજા અને પ્રજાનું એકી સાથે હિત કરનાર મંત્રી ભાગ્યે જ મળે છે.”
લેકેના મઢેથી બોલાતા શબ્દો હર નામના મંત્રીના કાને પડયા એટલે તે વહેલી સવારે રાજા પાસે જઈ બોલ્યા,
હે રાજન્ ! હું આપને પ્રણામ કરું છું ને કહું છું કે આપની દષ્ટિમાં સર્વે સમાન છે. કદાચ આપને કેઈ નારાજ કરે તે તેને ઘરમાં દંડ દેવે જોઈએ.”
હરના શબ્દ સાંભળી મહારાજા બોલ્યા, “બતાવે, મેં તેને અનુચિત શિક્ષા કરી છે ?”
મહારાજ ! શું આપે ભમાત્રને બેડી–હેડમાં પૂર્યા નથી ? બાળક કદાચ કેઈ અપરાધ કરે તે પણ બાપ તેના તરફ વાત્સલ્યથી જુએ છે, તેને અનુચિત દંડ આપતું નથી.”
હરના શબ્દ મહારાજા જ્યાં ભમાત્ર હતું ત્યાં ગયા ને હેડ-બેડીમાંથી છૂટે કરી પૂછવા લાગ્યા, “તમારી આ સ્થિતિ શાથી થઈ?”
“મહારાજ ! મારી આ દશા થવાનું કારણ બધાની આગળ કહી શકું તેમ નથી.”