________________
બહુ મોટું ગુમડું થયું છે તેથી હું તને હેડ બેડીમાંથી અત્યારે છૂટો કરી શકું તેમ નથી. ત્યારે મેં કહ્યું, ‘જ્યારે તમારે હાથ સાર થાય ત્યાં સુધી મને રોજ ખાવાનું આપી જજો. તેણે તે કબૂલ કર્યું છે, તે મને રાત્રે ખાવાનું આપી જાય છે. દિવસ થતાં તે ગુપ્ત રીતે પોતાને ઘેર ચાલ્યો જાય છે, તે ચોરે મને તેનું ઘર બતાવ્યું નથી, તે નગરમાં ક્યારેક દેખાય છે, અને ક્યારેક અદશ્ય રીતે ફરે છે. તે ધનિકે ને રાજાના ઘરમાં ચોરી કરે છે. તે ચોર હમણાં આવશે, માટે મે કેની નજરે ન પડો તેમ ચૂપચાપ બેસી તેની રાહ જુઓ”
ચેરની વાત સાંભળી ચોરની રાહ જોતો એકાંત સ્થાનમાં ભટ્ટમાત્ર બેસી ગયે. કેટલેક સમય પસાર થઈ ગયે પણ ચોર આવ્યું નહિ ત્યારે બેડીમાં રહેલા ચોરને પૂછ્યું. “તમારે મિત્ર હજી સુધી કેમ ન આવે ? ”
ચોર તમને ઓળખી ગમે છે.” એડીમાં રહેલા ચોરે કહ્યું, “તેથી તે આવે છે ને પાછો જાય છે, તમે તેને યુક્તિથી જ પકડી શકરો. તમે આ બેડીમાં પગ ફસાવી બેસી જાવ. અને હું વેળા જ રહે પછી ચોર અહીં આવી તમને ખાવાનું આપે ત્યારે જેથી તેને હાથ પકડી લેજે, જેથી તે ચોર નાસી જઈ શકે નહિ, જે તમે તેને હાથ પકડશે નહિ તે તે અદ્રશ્ય થઈ જશે.”
બેડીમાં રહેલા ચોરની વાત સાંભળી ભમાત્ર બે, “હે મિત્ર ! જે આમ જ ચોર પકડાય તેમ હોય તે મને