________________
૧૧૬ અત્યારે દુખ ચિંતાથી ઘેરાઈ ગયે છું, વળી રાજા કેઈને હિતચિંતક હોતા નથી.”
સાચું કહે છો” ચોરે કહ્યું, “પણ જો તમે મને. ધન અપાવે તે એ ચોરને પકડવાને ઉપાય હું બતાવું.”
જો ઉપાય બતાવશે તે હું તમને રાજાને કહી કેટલાય ગામ ઇનામમાં અપાવીશ.”
અપાવશે?” હેડમાં ફસાયલે ચોર બોલ્યા, “હું કુંભારને દિકરો છું, મારું નામ ભીમ છે, હું સંજોગવશાત્ ચોરને ભેગો થઈ ગયે, તે ચોર મને કહેવા લાગે, “જે તમે મારી સાથે નગરમાં આવશે, તે હું ચોરી કરીને તમને ખૂબ ધન આપીશ.” હું લોભને વશ થઈ તેની સાથે થઈ ગયે. પણ ચોરે મને કાંઈ પણ આપ્યું નહિ, ખરેખર લોભ બધું નાશ કરનાર છે. મેં ચોરની સેબત કરી તેથી રાજાએ મને ચોર સમજી હેડમાં પૂર્યો. દુર્જનની સોબતથી હું વિપત્તિમાં ફસાઈ ગયો છું. ગઈ કાલે ચોર અહીં આવ્યું હતું તેને મેં કહ્યું, “તમારી સોબતથી મારી આ દશા થઈ. હવે મને આ દુઃખમાંથી છોડાવો. સાચા મિત્રની મિત્રતા કયારે પણ નાશ પામતી નથી. સૂર્ય અને દિવસની મિત્રતા અખંડ છે. સૂર્ય વગર દિવસ થતું નથીને દિવસ વગર સૂર્ય હેતું નથી. ચંદ્રમા ઉપર રહે છે, કુમુદિની નીચે રહે છે; છતાં ચંદ્રને જેઈ કુમુદિની હસે છે. મારી આ પ્રમાણેની વાત સાંભળી તે ચોર બે, “મારા હાથમાં