________________
૧૧૩
થાય છે, પણ જેની સંપતિ લુંટાઈ ગઈ હોય તેના પુત્ર-પૌત્ર બધાને દુઃખ થાય છે. મારું અભિમાન અત્યારે ધૂળમાં મળી ગયું છે, તેથી હે રાજન્ ! હું બીજે કયાંય ચાલ્યા જઈશ.
“આ માટે તમે મનમાં દુઃખી ન થાવ.” રાજાએ કહ્યું, “એ ચોર મારા વસ્ત્રાભૂષણ ચૂપચાપ લઈ ગયે છેતેને ન પકડી શકવા માટે શક ન કરે. લક્ષ્મી ચંચળ છે, તે એક સ્થાને ક્યારે પણ રહેતી નથી.
ધનની ત્રણ સ્થિતિ છે. દાન કરવું. ઉપભેગ કરો અને નષ્ટ થવું. જે દાન કરતા નથી, ઉપભે કરતે નથી તેવું ધન નાશ પામે છે. પણના ધનને કુટુંબી લઈ લેવા વિચારે છે. રાજા કઈ રીતે લઈ લે છે. અને અગ્નિ ક્ષણમાં નાશ કરે છે.”
રાજા આમ આશ્વાસન આપી, બહુ ધન આપી પિતાની સભામાં આવી મંત્રી વર્ગ વચ્ચે બેઠા ને ફરીથી પાનનું બીડું બનાવી હાથમાં લઈ કહ્યું, “આ સભામાં એવો કઈ વીર છે, જે ચેરને પકડી મારી સામે લાવે. જે તે કઈ વીર હોય તે આ બીડું લે.”
રાજાના શબ્દો સાંભળી મંત્રી ભટ્ટમાત્ર ઊભે થયે. અને બીડું લઈ બેલ્ય, હું ત્રણ દિવસમાં ચારને પકડી તમારી સામે ઊભે ન કરું તે ચરને કરવાની સજા મને કરવામાં આવે.” આમ કહી રાજાને પ્રણામ કરી નીચું જેતે તલવાર લઈ એક સભામાંથી બહાર આવ્યો. ને બે રસ્તા,