________________
૧૧૪
ત્રણ રસ્તા, ચાર રસ્તા વગેરે સ્થાને, ચારે બાજ, ગલી ગલીમાં ચિરને પકડવા પિતાના દૂતને મૂક્યા અને પોતે પણ ચૂપચાપ ચોરને પકડવા રાત દિવસ અવંતીમાં ઘૂમવા લાગે. ચોરે વેશ્યાને સમાચાર પૂછયા, ત્યારે વેશ્યાએ કહ્યું, “હે ચાર! ભમા ચેરને પકડવા ગઈ કાલે પ્રતિજ્ઞા કરી છે. તેણે ત્રણ દિવસમાં ચારને પકડી રાજા સમક્ષ લાવવા કહ્યું છે, તે પડી ન લાવે તે શિક્ષા સહન કરવા તૈયાર છે. કહીને તે એકલે રાજાને પ્રણામ કરી તલવાર લઈ ચાલ્યા ગયે છે. તપાસ કરતે ભમાત્ર અહીં આવ્યું તે મારી શું દશા થશે? કેમકે વેશ્યાનું ઘર, રાજા, ચોર, જળ, બિલાડે, વાંદરા અને દારૂ પીનારને કેઈ વિશ્વાસ કરતું નથી. ચોરી રૂપી પાપ આ લેકમાં બંધનરૂપ જ ફળ આપે છે. અને પરલોકમાં નરકનું દુઃખ આપે છે.”
વેશ્યાના શબ્દોથી દેવકુમાર બે, તમારે ડરવાનું જરાય કારણ નથી હું હવે એવી ચોરી કરીશ જેથી આપણા બેનું કલ્યાણ થાય. તમે ડરે છો શા માટે? શાસ્ત્રકારોએ વેશ્યાને છલ-કપટમાં નિષ્ણાત કહી છે. એક બાજુ વેશ્યા રડે છે, ને બીજી બાજુ તે હસે છે, મનમાં જેવું રૂપ ધારણ કરવા ઈચ્છે છે તેવું રૂપ ધારણ કરે છે, હવે હું કેઈની પાસે રહી ચોરી કરીશ, તેથી રાજા તેને સત્કાર કરી તેને ધન આપશે.”
વેશ્યાએ દેવકુમારના શબ્દો સાંભળી તેને ધન્યવાદ આપે. એટલે ચોર બોલે, “હવે હું નગરમાં જઈશ. રાતના આવું,