________________
૧oo
વૈતાલ વિકમને કહી રહ્યો હતો, “હે રાજન ! દેવદ્વીપમાં દેવતાઓ સુંદર નૃત્ય કરવાના છે, તેથી હું ત્યાં જવાનું છું તે મને રજા આપે. નૃત્ય જેવા હું ત્યાં બે મહિના રહીશ તેટલા સમયમાં તમારે કઈ પણ કામ હોય તે પણ મને યાદ કરે નહિ.”
સારું જાવ.” રાજા વિકમે કહ્યું, “તમારી ઈચ્છા પ્રમાણે કરો.”
રજા મળતાં જ અગ્નિવૈતાલ દેવદ્વીપમાં અદ્ભુત નૃત્ય જેવા ત્યાંથી દશ્ય થ.
દેવકુમાર વેશ્યાને ત્યાંથી નીકળી ચંડિકા દેવીના મંદિરે પહોંચે ને ચંડિકા દેવીને પ્રણામ કરી બે, “હે દેવી! તું બધાંના મરથ પૂરા કરે છે, તે મારા પર પ્રસન્ન થઈ વિજ્ય અને દશ્વકરણના વિદ્યા મને આપ. જો તું મારું માગ્યું નહિ આપે તે મારું માથું કાપી તને અર્પણ કરીશ.”
આ કમાણે પ્રાર્થના કરવા છતાં દેવી કાંઈ બોલી નહિ ત્યારે દેવકુમાર તલવારથી માથું કાપવા તૈયાર થયે.
દેવકુમારનું સાહસ જોઈ ચંડિકા દેવીએ પ્રસન્ન થઈ પ્રગટ થઈને તલવાવાળો હાથ પકડયે, બોલી, “હે. સાહસિક વીર! હું તારું માગેલું આપવા તૈયાર છું, તને વિદ્યાઓ આપીશ, માથું કાપવાની વાત જવા દે, ને તારા સ્થાને જા.”