________________
આવતું નથી, તેથી આને ઘરમાં રાખવાથી કેઈ મુશ્કેલી ઊભી થવાની નથી.” આમ વિચારી કાલી વેશ્યાએ દેવકુમારને પિતાને ત્યાં રાખે, ત્યાં રહે બે દિવસ થયા, પણ દેવકુમાર કઈ ધન લાવ્યા નહિ, ત્યારે તેણે કહ્યું, “દ્રવ્ય નહિ લાવનાર અહીં રહી શકતે નથી, તે ક્યાંકથી ધન લાવે, નહિ તે રસ્તો પકડો. જેમ મોક્ષની ઈચછા કરનાર મુનિ અહિંસા, સત્ય, વગેરેને સંગ્રહ કરતાં પરલેક-મોક્ષ માટે દષ્ટિ રાખે છે તેમ ધનિકને જ વેશ્યા સંગ્રહે છે, સુખ આપે છે”
ઠીક, એમ કરીશું.” કહેતા દેવકુમારે પૂછ્યું. “આ સુંદર મહેલ દેખાય છે, તે કેને છે ?”
આ ગગનચુંબી મહેલ રાજા વિક્રમાદિત્યને છે.” વેચાએ કહ્યું, “એના સાતમા માળે મહારાજા સૂએ છે. તે રાજાને ભદ્રુમાત્ર જે મંત્રી છે, તેને મહેલ તેમની જમણી બાજુએ છે.”
ઠીક” દેવકુમારે છે. આજ રાતના નગર જેવા હું જઈશ. પાછા આવી હું બારણું ખખડાવું એટલે તમે પરથી ઊઘાડજે.” - “સારું.” વેશ્યાએ કહ્યું, ને રાતના દેવકુમાર વેશ્યાને માંથી નીકળે. સિંહ શિકાર કરવા જતાં ક્યારે શુકન જુએ છે જેન ચંદ્રબલ કે ધનસંપત્તિ જુએ છે. તે એકલે જ શિકારને જોઈ સામને કરે છે. સાહસમાં જ સિદ્ધિ રહેલી છે.
દેવકુમાર વેશ્યાને ત્યાંથી નીકળે. તે વખતે અગ્નિ