________________
તું પણ ત્યાં જઈ તારા બાપુની જેમ ત્યાં રહી જઈશ. પછી મારી શું દશા થશે? સિંહણ એક જ સુપુત્રથી નિર્ભયતાથી ઊંઘે છે, પરંતુ ગધેડી દસ દસ પુત્ર હોવા છતાં તે પુત્ર સાથે તે ભાર ઉચકે છે, તેથી તારા જે સુપુત્ર મારી પાસે નહિ હેવાથી મારી દશા કરુણાજનક થશે.”
પિતાની માની વાત સાંભળ-પ્રણામ કરી દેવકુમાર બે, “જે હું જીવતે રહીશ, તે અહીં આવી તને તરત જ મારા બાપુ પાસે લઈ જઈશ.”
“બેટા” સુકમલા બોલી, “તું જે કહે છે તે સાચું છે. સુપુત્ર તે માતાપિતાનું હિત કરનારને જ કહેવાય, બેટા ! પશુઓ પણ પિતાનાં સંતાનને ઘણો પ્રેમ કરે છે, તે માન કેટલે પ્રેમ કરે? હું તને વધારે શું કહું ?” કહેતી સુકમલા આગળ કહેવા લાગી, “હે નિર્મળ હૃદયવાળા સુપુત્ર ! ખુશીથી તું જા, ને જ્યાં જાય ત્યાં મને યાદ કરજે, પુત્ર માટે માતાપિતા જેવું કોઈ તીર્થ નથી.”
બાપિતાની માતાથી કહેવાયેલા શબ્દો સાંભળી દેવકુમાર છે. “તું જરાય દુઃખી ન થઈશ. હું તને યાદ કરતે મારું કાર્ય પૂરું કરી અહીં આવીશ.”
આ પ્રમાણે માતાને કહી તેની આજ્ઞા લઈ પ્રણામ કરી દેવકુમાર પિતાના પિતાને મળવા રવાના થયે. માતાના વિયેગનું અસહ્ય દુઃખ તેનાથી સહન ન થયું. આંખમાં આંસુ આવી ગયા. પણ મન કઠણ કરી તે અવંતી તરફ ચાલ્ય.