________________
પ્રકરણ સત્તરમું
. . . .દેવકુમાર અવંતીમાં
દેવકુમાર પ્રતિષ્ઠાનપુરથી નીકળી નગર, ગામ, નદી, પર્વત વગેરેને જોત જોતો અવંતી લગભગ પહોંચતાં તે મનમાં વિચાર કરવા લાગે, “જેમણે મારી નિરપરાધ માતાને ત્યાગ કરી અહીં આવી રાજ કરવા માંડ્યું છે, તેમને મારું પરાક્રમ બતાવ્યા વિના કઈ રીતે મળું ? જે પુત્ર પોતાના ઉચ્ચ ચરિત્રથી પિતાને પ્રસન્ન કરતું નથી, તેને જન્મ વૃઘા છે, માટે મારે મારો પ્રભાવ મારા બાપુને બતાવી રહ્યો. અને તે માટે મારે કઈ એક વેશ્યાને ત્યાં આશ્રય લે રહ્યા. વેશ્યાને ત્યાં આશ્રય લીધા સિવાય આ કાર્ય સિદ્ધ થાય તેમ નથી. જે કામ બળથી ન થાય તે કામ કળથી થાય.”
આમ વિચારતે દેવકુમાર અવંતીમાં આવી મુખ્ય વેશ્યાને ત્યાં ગયે. દેવકુમારને જોતાં વેશ્યાએ પૂછ્યું. “તમે કેણ છે? ક્યાંથી આવે છે? શું કામ છે ?”
મારું નામ સર્વહર છે.” દેવકુમારે કહ્યું, “હું ચેર છું, રાજાઓ અને ધનવાના ધનનું હરણ કરું છું, હું તમારે ત્યાં રહેવા ચાહું છું.”