________________
૯૨
જેના પિતા ચેાગાભ્યાસ છે, જેની માતા વિષયવાસનાના ત્યાગ છે, જેના ભાઈ વિવેક છે, જેની બહેન અનિચ્છા છે. જેના પુત્ર વિનય છે, જેના મિત્ર ઉપકાર કરવા તે છે, જેના સહાયક વરાગ્ય છે, ઉપશમ-શાંતિ જેવું ઘર છે તે જ સુખી છે.' તુ એ પ્રમાણે સમજી અહીં રહે, તને ગભરૂપ સહાયક આપી તે ગયા છે. માટે શાક ન કર. પૂણ્યપ્રભાવે પુત્રના જન્મ થશે તે હું સમૃધ્ધ રાજ તેને આપીશ. કદાચ પુત્રીને જન્મ થશે તે કોઈ ચેાગ્ય રાજા સાથે તેનાં લગ્ન કરીશ.”
પોતાના બાપનાં વચન સાંભળી સુકેામલાનું મન શાંત થયું ને તેણે ધમ ધ્યાનમાં મન ચોંટાડયું. તે વિધિપૂર્વ ક ગર્ભનું પાલન કરવા લાગી. તેણે વાયુકારક, પિત્તકારક, વસ્તુઓના ત્યાગ કર્યું, જેથી સંતાન રોગવાળુ ન થાય.
સમય પૂર્ણ થતાં જેમ પૂ દિશા સૂર્યંને જન્મ આપે છે તેમ શુભ દિવસે સુકેામલાએ પુત્રરત્નને જન્મ આપ્યા. દોહિત્રના જન્મની વાત સાંભળી રાજા શાલિવાહને સજ્જનાને અન્નપાન આપી સત્કાર કર્યાં. અને તેનું નામ દેવકુમાર રાખ્યુ.
એ દેવકુમારનુ પાલન પાષણ કરવાનું કાર્ય પાંચ ધાત્રીઓને સોંપ્યું. એ પાંચ ધાત્રીએથી પાલન થતા પોતાના પુત્રને જોઈ સુકામલા આનંદમાં રહેતી.
દેવકુમાર જ્યારે મોટા થયે ત્યારે રાજા શાલિવાહને