________________
ચોથો સગે
પ્રકરણ સોળમું .
.
.
.
. . દેવકુમાર
વિક્રમાદિત્ય સુકેમલાને પિતાને ઘેર રાખી ચાલ્યા ગયા ત્યારે સુકેમલા કરુણ અવાજે રડવા લાગી. તેને રડતી જોઈ તેની માતાએ રડવાનું કારણ પૂછયું, તે તે બેલી, “માશ સ્વામી જે દેવ હતા તે મને છોડીને ચાલ્યા ગયા.”
બેટા!” માતા બોલી, “દેવ ક્રીડા કરવા ક્યાંક ગયા હશે, કારણ કે દેવ તે સરોવર, કૂવા, બાગ વગેરે
સ્થાનોમાં કીડા કરતા જ હોય છે.” માતાએ કહ્યું, ત્યારે રાજા શાલિવાહને પિતાની દીકરીને રડવાનું કારણ પૂછયું. સુકમલાએ માતાને જે જવાબ આપ્યું હતું, તે જવાબ પિતાને આપે. એટલે માતા-પિતા બોલ્યાં, “તે દૂર ગયા હશે, તે પણ તે જલદીથી પાછા આવશે. કદાચ, તે ન આવે તે તું અહીં ધર્મ–બાન કરજે, જિનેશ્વરની ભક્તિ તથા પૂજાથી ગમે તેવા ઉપદ્રવ દૂર થાય છે. મનદુઃખ અને વિન નાશ પામે છે. મન પ્રસન્ન રહે છે.