________________
છ ઉપવાસની તપસ્યા ગુરુકૃપાથી પૂર્ણ આનંદથી થઈ. અને આ ચારે ચાતુમાસમાં અનેક ગ્રંથનું વાચન તેમજ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની યોગદહન તેમજ ભક્તિ-મૈયાવચ્ચ આદિ સ્વઆત્માના હિતકારી અનેક પ્રવૃત્તિઓ થઈ. તે માટે હું પરમ પૂજ્ય ગુરુદેવને અત્યંત કરું છું. જેથી આ અનુવાદનું કામ મનમાં રહ્યા કર્યું.
વિ. સં. ર૦૦૧માં પૂ. આ. શ્રીવિજયસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે શ્રીકેશરીયાજી મહાતીર્થ અને શ્રી રાણપુરજી મહાતીર્થની જલદીથી યાત્રા થાય તે ઈચ્છાથી અમુક મર્યાદા રાખી અભિગ્રહ કર્યો હતે. તે મર્યાદા પૂર્ણ થવા આવી. યાત્રા માટે વિહાર કરવાને હું વિચાર કરી રહ્યો હતો. પૂજ્ય મુનિરાજ શ્રી શિવાનંદવિજયજી મહારાજને પણ રાણકપુરજીની યાત્રા માટે કેટલાય વખતથી વિચાર ચાલતો હતો. મેં તેમની સમક્ષ મારી યાત્રા માટે વિહાર કરવાની ઇચ્છા જણાવી. તેમણે પણ તેમની મનેચ્છા જણાવી. અમે બંને જણાએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ યાત્રા કરવાની અભિલાષા જણાવી. પરમોપકારી, શાસનસમ્રાટ ગુરુદેવશ્રીએ ઘણા આનંદપૂર્વક શુભ આશીર્વાદપૂર્વક વિહાર કરવાની અમને બે જણને આજ્ઞા આપી. વિ. સં ૨૦૦૧નાં મહા માસમાં જૈન સોસાયટીથી વિહાર કરી શેરીસા, પાનસર, શંખેશ્વરજી, કંઈ, ચાણસ્માદિ તીર્થોની યાત્રા કરતા કરતા તારંગાજી, કુમ્ભારીયાજી થઈ રૌત્ર સુદ પાંચમને દિવસે આબુજી પહોંચ્યા. ત્યાં શ્રી સિદ્ધચક્રની આયંબિલની ઓળી કરી. અચલગઢની યાગ કરી આબુ દેલવાડાથી અનાદરાના રસ્તે નીચે ઉતરી ક્રમશઃ મીરપુરકી યાત્રા કરીને પાડીવ થઈ વૈશાખ સુદ બીજના દિવસે જાવાલ આવ્યા. '
જાવાલ આવ્યા પછી મંગલાચરણ–પહેલા વ્યાખ્યાનમાં જ શ્રીસંઘે ચાતુર્માસના માટે આગ્રહપૂર્વક વિનંતી કરી. પરંતુ પૂજ્ય