________________
ગુજરાતીમાં લેખ લખી સમિતિને મોકલાવી આપે. તે લેખ માલવપતિ વિક્રમાદિત્યનાં શિર્ષકથી તે અંકમાં છપાયે.
તે લેખ લખતી વેળા પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી શુભશીલગણિ મહારાજ રચિત કબદ્ધ શ્રી વિક્રમ ચરિત્ર વાંચતા તેને અનુવાદ કરવાની ઈચ્છા મારા મનમાં જન્મી. જેમ જેમ હું વિક્રમ ચરિત્ર આગળ ને આગળ વાંચતો ગયો તેમ તેમ તેમાં ઉપદેશક શ્લોકે સારી રીતે રહેલા જણાયા. એ કે જનતાને ઉપયોગી થશે એમ માની આ અનુવાદની ઈચ્છા પરાકાષ્ટાએ પહોંચી. પણ અનેક પ્રકારની અનેક પ્રવૃત્તિઓને લીધે મનની ઈચ્છા મનમાં રહી. - ચાતુર્માસ પૂર્ણ થયા પછી ગુરુદેવની સાથે મહુવાથી શ્રી કદંબગિરિજી તરફ વિહાર કર્યો. ત્યાં પહોંચતાં જ પરમ પાવનકારી શ્રી તીર્થ: યાગાદિની પ્રવૃત્તિમાં પડયા. ત્યાંથી ગિરિરાજ શ્રી શત્રુ જય મહાતીર્થની યાત્રા કરીને શ્રીવલ્લભીપુર તરફ પૂજ્યપાદ ગુરુદેવે વિશાળ પરિવાર સાથે વિહાર કર્યો.
વિ. સં. ૨૦૦૦નો ચાતુર્માસ સ્તંભનતીર્થ–ખંભાતમાં અને સં. ૨૦૦૧ અને ૨૦૦૨ના આ બે ચાતુર્માસ અમદાવાદમાં થયા. આ ચારે ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવની શુભ નિશ્રામાં જિનમંદિર પ્રતિષ્ઠાદિ શાસનભાવનાના અનેકાનેક ચિરસ્મરણીય કાર્યો થયાં જેની જુદી જ નોંધ જરૂરી છે.
વિ. સં. ૨૦૦૨ની સાલમાં અતિ પ્રાચીન મહા પ્રભાવક શ્રી શેરીસા તીર્થની પ્રતિષ્ઠા શ્રા શાસનસમ્રાટ ગુરુદેવના પવિત્ર કરકમળોથી ધામધૂમથી મઈ.
મેં મહુવા, ખંભાત અને અમદાવાદના બે મળી ચાર ચાતુઆંસ શાસનસમ્રાટ પર પકારી, પરમ પૂજ્ય ગુરુદેવની પવિત્ર નિશ્રામાં કર્યા. તેમજ મહુવામાં પાંચ ઉપવાસની અને ખંભાતમાં