________________
મુનિવર્ય શ્રી શિવાનંદજીની તેમજ મારી ચાતુર્માસ પહેલાં ગોડવાડ પ્રાતીય મોટા પંચ તીર્થોની– શ્રીવરકાણુજી, શ્રી રાણકપુરજી, આદિની યાત્રા કરવાની ઈચ્છા હતી. અને ચાતુર્માસ પછી તરત જ શ્રીકેશરીયાજી મહાતીર્થની યાત્રા કરી પૂજ્યપાદ ગુરુમહારાજની નિશ્રામાં પહોંચી જવું હતું.
જાવાલને શ્રીસંઘ દેવ, ગુરુ, ધર્મપ્રેમી તેમજ શાસનસમ્રાટ ગુરુદેવશ્રી પ્રતિ અતિશ્રદ્ધાળુ હોવાથી તાર અને પત્ર દ્વારા અમદાવાદ રહેલા પૂ. ગુરુદેવને અમારા બંનેનાં ચાતુર્માસ માટે વિનંતી કરી આજ્ઞા માગી.
જાવાલ સંઘનો ઘણે આગ્રહ હોવાથી ગુરુ આજ્ઞાનુસાર અમારા બંનેને ચાતુર્માસ ત્યાં જ થયો. આ ચાતુર્માસમાં શ્રીસંધના આગેવાનોએ શાસન પ્રભાવનાનાં અનેક શુભ કાર્ય ઉત્સાહપૂર્વક કર્યા.
વિ, સં. ૨૦૦૩ના આ ચાતુર્માસમાં ઘણું સમયથી મનમાં રમતી જે ઇચછા હતી. તેને શાસ્ત્રાધ્યયનમાં સદા પ્રવૃત્ત રહેતા શ્રીમાન તારાચંદજી મોતીજીની પ્રેરણાથી પ્રોત્સાહન મળ્યું. અને હિંદી વિક્રમ ચરિત્ર લખવાની શરૂઆત કરી. અહીંના નિવાસ દરમ્યાન લગભગ ત્રણ સર્ગને અનુવાદ કર્યો. ચાતુર્માસ પૂર્ણ થવાથી દીયાણા, લેટાના, નાદીઆ, બામણવાડાદિ મારવાડનાં લઘુ પંચતીર્થોની યાત્રા માટે શ્રીસંધના અગ્રણે વ્યક્તિઓ સાથે નાના સંધમાં પ્રયાણ કર્યું. તેમાં તારાચંદ મોતીજી, ભભૂતમલ ભગવાનજી, પુનમચ દ મતીજી વગેરે સપરિવાર હતા. બધાએ બધા તીર્થોમાં આનંદથી સમયાનુસાર દ્રવ્યવ્યય સારી રીતે કર્યો.
આ સંઘ નિર્વિદને બામણવાડા પહોંચ્યા. જાવાલને શ્રીસંધ જાવાલ પાછો ગયો. અને અમે બે મુનિએ પિંડવાડા તરફ વિહાર કર્યો. પિંડવાડાથી અજારી, નાણા, બેડા, શ્રીરાતા મહાવીરજી,