________________
૭૧
દિવ્ય રૂપવાળી, મનહરણી કન્યાને સાપના મોઢામાંથી છેડાવી એટલે સાપે દિવ્યરૂપ ધારણ કર્યું ને કહેવા લાગે, “વૈતાઢય પર્વતના શિખર પર શ્રીપુર નામનું નગર છે, ત્યાં હું રહું છું. મારું નામ ધીર વિદ્યાધર છે. આ દિવ્ય સ્વરૂપવાળી કલાવતી કન્યા છે, તે સર્વ વિદ્યામાં પારંગત છે, હું તેને લાયક વરને શેલતે હતે પણ મને એગ્ય વર મળે નહિ. હે રાજન ! તમને રૂ૫, વિદ્યા, યશ અને બુદ્ધિથી શ્રેષ્ઠ જાણી આ કન્યા આપવા અહીં આવ્યું. મેં તમારી પરીક્ષા કરી, હવે તમે આ કન્યાને ગ્રહણ કરે.”
વિદ્યાધરના કહેવાથી વિક્રમાદિત્યે તે કન્યા સાથે લગ્ન કર્યું. પછી વિદ્યાધર પિતાને સ્થાને ગયે અને મહારાજા કન્યા તેમ જ મંત્રીગણ સાથે અવંતીમાં આવ્યા.
અવન્તીનગરે ગેપ પરિણીય નૃપાંગજામ ગ પાતું દંડભૂત પદ્મોત્કરકીડાપરેડનઘ દષ્ટ ચ પુરુષે દ્વેષ્ટાં કુર્વતી કાષ્ટભક્ષણમ્ અહમેકેsધુના વીરઃ પરિણીય યાદગામ