________________
પહેલાં પિતાને કીમતી હર તળાવ કાંઠે મૂકીને સખીઓ સાથે તળાવમાં નાવા ઊતરી તે વખતે કાગડીએ ત્યાં મૂકેલ હાર ઊઠાવી લઈ ઊડવા માંડયું. એટલે શેઠની પુત્રીએ રક્ષકોને કાગડી પાછળ જઈ હાર લઈ આવવા જણાવ્યું રક્ષક પાછળ દોડયા. એટલે કાગડી ઊડતી ઊડતી તે જે ઝાડ પર રહેતી હતી ત્યાં આવી. ને સાપના દરમાં હાર નાંખી દીધે, રક્ષકએ તે હાર લેવા દર છે. ને હાર લેવા જતાં ત્યાં સાપને મારી નાખ્યું. તે પછી હાર લઈને તેઓ ગયા. કાગડી સુખી થઈ. આવી રીતે ઉપાય કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. તમે ચિંતા ન કરે.” આમ આશ્વાસન આપી રાજા પિતાના મહેલમાં શયન માટે ગયા.
રાજા નિદ્રાનું સુખ લઈ રહ્યા હતા, સવાર થવામાં થોડી વાર હતી તેવામાં કઈ એક માણસે જોરજોરથી બૂમો પાડી તેમની ઊંઘ ઊડાડી દીધી. રાજા જાગ્યા. રાજા ગુસ્સે થઈ બેલ્યા, “અરે દુખ ! હું કેટલું સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હતો, તે વગર વિચારે મને જગાડ, હું તને શિક્ષા કરીશ.”
સવાર થતાં ભટ્ટમાત્ર વગેરે રાજા પાસે આવ્યા ને બનેલે બનાવ જાણી શિક્ષા માફ કરવા રાજાને કહ્યું, ત્યારે વિક્રમાદિત્યે કહ્યું, “હું સુંદર સ્વપ્ન જઈ રહ્યો હતો. પરંતુ આ દુષ્ટ મને જગાડે.”
તમે શું સ્વપ્ન જોઈ રહ્યા હતા?” ભમાત્રે પૂછ્યું.