________________
બાગમાં આવેલ શ્રી આદિજિનને નમસ્કાર કરી અનિતાલ સાથે તે ઉજજ્યની તરફ ચાલ્યા.
તે જ્યારે ઉજજ્યનીમાં આવ્યા, ત્યારે ભક્માત્ર તેમને મળી બે હાથ જોડી બોદયે, “હે રાજન ! હું તમારી આજ્ઞા પ્રમાણે અવંતીમાં આવ્યો ને પ્રજાનું ન્યાયનીતિથી પાલન કરવા લાગ્યું. પણ એક ચાર નગરમાં પ્રપંચથી ચેરી કરે છે, તે મેટા શેઠેની ચાર કન્યાઓને લઈ ગયે છે, તેની ઘણીય શેધ કરવા છતાં પત્તો લાગતું નથી. તેથી મને ઘણું દુઃખ થાય છે.”
હે મંત્રી !” ભઢમાત્રના આવા શબ્દ સાંભળી મહારાજા બેલ્યા, “હું તેને યુક્તિથી પકડી તેને નાશ કરીશ, કેટલાંક કામ બળથી નહિ પણ કળથી થાય છે. જેમ કાગડીએ સેનાના હારથી સાપને નાશ કરાવ્યું અને પિતાના બચ્ચાની રક્ષા કરી.”
“તે કેવી રીતે ?” મંત્રીએ પૂછયું.
“હે ભક્માત્ર !” રાજા બોલ્યા, “કઈ એક જંગલમાં એક ઝાડ પર કાગડે અને કાગડી રહેતાં હતાં. તે જે ઇંડા મૂતાં તે ત્યાં રહેતા સાપ ખાઈ જતું. આ દુઃખ કાગડીને અસહ્ય થઈ પડ્યું. તે સાપને નાશ કરવા વિચાર કરવા લાગી. વિચાર કરતાં તેને ઉપાય જડી આવે.
એક દિવસે એક ધનાઢય શેઠની પુત્રી તળાવ પર સ્નાન કરવા સખીઓ અને રક્ષક સાથે આવી. સ્નાન કરવા જતાં