________________
૬૭
કુલીન રાજા અથવા વિદ્યાધર જણાય છે.” સુકામલાએ જ઼યારે વિક્રમને ભોજન માટે પૂછ્યું તે રાજાને જે કહ્યું હતું તે જ તેમણે કહ્યું. શાલિવાહનની રાણીએ જમાઈના ભેજન માટે મુકેામલાને પૂછ્યું, તા તેણીએ કહ્યું, “ તે દેવ છે. તેથી માણસના હાથે બનાવેલુ ખાતા નથી.”
પુત્રીના આ શબ્દો સાંભળી માતા એલી, “ હે પુત્રી ! તુ ધન્ય છે. ધર્મોથી જ તને આવા દિવ્ય સ્વામી મળ્યા છે. ધમ ધન ઇચ્છતા માનવને ધન આપે છે, કામના ઇચ્છુકને કામ અને મેક્ષ પણ ધર્મ જ આપે છે.”
૧.
છ મહિના જેટલે। સમય પસાર થયા. વિક્રમાદિત્યે પોતાની પત્ની ગર્ભવતી થઈ છે તે જાણ્યું, એટલે તેમણે એકાંતમાં અગ્નિવેતાલને કહ્યુ, “પ્રપંચ કરી મે લગ્ન કર્યુ અને અત્યારે તે ગર્ભાવસ્થામાં છે. વળી તે ઘણી અભિમાની છે. તેના અભિમાનને દૂર કરવા હું તેને અહીં જ રાખી જવા માંગુ છું. સંસારમાં જાતિ, કુળ, રૂપ, બળ, વિદ્યા, તપસ્યા, લાભ, ધન વગેરેનું અભિમાન માનવનુ પતન કરે છે.”
,,
“ એમ હા. ” અગ્નિવેતાલે કહ્યું. તે પછી વિક્રમ જે મહેલમાં રહેતા હતા, તેના દ્વાર પર તેમણે લખ્યું, “ કમળસમૂહમાં ક્રીડા કરવાવાળા વીર ધરા૪, પૃથ્વીનું રક્ષણ કરવા દઉંડ ધારણ કરનારા, પુરુષને દ્વેષ કરનારી કાષ્ટ ભક્ષણ કરતી તથા ચિંતામાં મળનારી રાજાન્યા સાથે વિવાહ કરી હું અત્યારે અવંતી જાઉ છું.” આમ લખી ગામ બહાર