________________
હે વિદ્યાધર ! તમે મારી પુત્રી સાથે લગ્ન કરે, નહિ તે હું મારા આખા કુટુંબ સાથે આત્મહત્યા કરીશ. તેનું પાપ તમને લાગશે, માટે હે દેવ! મને અભયદાન દઈ અને મારી પુત્રીને જીવવા દે.”
રાજાના શબ્દોથી પિતાની મનેચ્છા પૂર્ણ થઈ છે તેમ જાણું આનંદને અનુભવ કરતા વિકમ નીચે આવી રાજાને કહેવા લાગ્યા, “હે રાજન ! હું દેવ છું, તમે મનુષ્ય છે, તે પછી આ પેગ કેવી રીતે થઈ શકે ?”
વિકમના આ શબ્દો સાંભળી વિકમ તરફ જોતાશાસ્ત્રવચન યાદ કરતા રાજાએ મનમાં વિચાર્યું, “આમના પગ જમીન પર સ્થિર છે, આખે પણ દેવની જેમ સ્થિર નથી. તેથી આ મનુષ્ય જ છે, મંત્રતંત્ર જાણનાર છે, તે ઉત્તમ પુરુષ હોવાથી મારી પુત્રી માટે એગ્ય પાત્ર છે.” આમ વિચારતા રાજાએ વિદ્યાધરને યુક્તિ-પ્રયુક્તિથી સમજા, ને વિકમ હા-ના કરતાં સમજી ગયા, એટલે રાજાએ ધામધૂમથી વિક્રમ સાથે સુકેમલાનાં લગ્ન કર્યા, નગરજને આ જોડી જોઈ આનંદ પામ્યા. પછી રાજાએ દાસ-દાસી, ધન વગેરે આપી પિતાની પુત્રીની જે ઈચ્છા હતી તે પૂરી કરી.
રાજાએ વિકમ-વિદ્યાધરને માન-પાનથી નવાજી પિતાને ત્યાં રહેવા આગ્રહ કર્યો, અને રહેવા સાત માળને મહેલ આયે, મહારાજા વિક્રમ સુકમલા સાથે આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા.
સર્ગ બીજો સમાપ્ત