________________
૬૩
વિક્રમના કહેલા સાત ભવ સાંભળી પુરુષવેશમાં બેઠેલી સુકમલા નવાઈ પામી, અને તે બેલી, “અરે દુષ્ટ ! તું જ આગ લાગતાં મને અને બે બચ્ચાને છેડી નાસી ગયે હતે, હું જ એ દાવાનળમાં બચ્ચાં સાથે બળી મારી હતી, ને અત્યારે હું આ રાજાને ત્યાં જન્મી છું”
રાજકુમારીના શબ્દો સાંભળી વિકમ બેલ્યા, “હવે જૂઠું બોલવું રહેવા દે, જો તમે એ બચ્ચાં સાથે મર્યા છે તે તે બચ્ચાં બતાવે, નહિ તે હું બતાવું”
“મને ખબર નથી, તમે જ બતાવે.” રાજકુમારીએ કહ્યું.
જુઓ તે આ રહ્યા, ગયા ભવમાં તે મારી સાથે હતા. અને આ ભવમાં પણ મારી સાથે છે.કહી ભમાત્ર અને અગ્નિશૈતાલ તરફ આંગળી કરી.
વિકમનાં વચને સાંભળી સુકમલા મનમાં વિચાર કરવા લાગી, “કદાચ, મારા જ્ઞાનમાં ન્યૂનતા હશે, અગર મને ભ્રમ થયો હશે?”
બંનેની યુક્તિભરી વાત સાંભળી રાજા શાલિવાહન અને સભા વિચારમાં પડી, ત્યારે ત્રણે દેવે આકાશમાં ઊડવા લાગ્યા, તેમને ઊડતા જોઈ રાજકુમારી પિતાના પિતાને કહેવા લાગી, “બાપુ ! એ વિદ્યાધર મારી સાથે લગ્ન નહિ કરે તે હું આત્મહત્યા કરીશ.” - પુરુષ પ્રત્યે દ્વેષ પિતાની પુત્રીમાંથી જતે રહેલે જોઈ રાજા પ્રસન્ન થયા ને ઊડતા વિદ્યાધરને કહેવા લાગ્યા,