________________
પ્રકરણ તેરમું
અવંતીમાં વિક્રમનું આવવું, કલાવતી સાથે લગ્ન
પિતાનું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી વિક્રમાદિત્યે ભટ્ટમાત્ર અને અગ્નિવંતાલને એકાંતમાં બોલાવી કહ્યું, “જે કામ દેવતાઓથી પણ ન થઈ શકે તે કાર્ય–મારા મનમાં ચિંતવેલું કાર્ય તમારી સહાયથી થયું છે. માનવને જેવી ઈચ્છા થાય તેવી જ મનમાં ભાવના થાય છે, અને સહાયક પણ તેવા જ મળે છે. તમારા જેવા શ્રેષ્ઠ બુદ્ધિવાળાથી મંત્ર, બુદ્ધિ તથા પરાક્રમ બધું જ સાધ્ય થાય છે. જે પૈર્યવાન છે તે જ લક્ષ્મી અને શોભાને મેળવે છે. પરંતુ જે ડરે છે તેને કાંઈ જ મળતું નથી. મેં તમારી મદદથી આ કાર્ય પૂર્ણ કર્યું છે. પણ ત્યાં અવંતીનગરીનું રક્ષણ કરનાર કેઈ નથી. અત્યારે જે કઈ શત્રુ ત્યાં આવે તે અવંતીને નાશ કરી શકે. તેથી હે ભમાત્ર ! તમે નગરની રક્ષા માટે ઉતાવળે જાવ, અને અગ્નિતાલ, તમે અદશ્ય થઈ અહીં રહે, મારે માટે ભોજનની વ્યવસ્થા કરે. હું તેમનું આપેલું ખાઈશ