________________
-
૫૮
પર લઈ ઊડતે જણાયે, ત્યારે શાલિવાહને કહ્યું, “હે દે! તમે મને નૃત્ય અને સંગીત સંભળાવ્યા વિના જતા રહેશે તે હું આત્મહત્યા કરીશ.”
રાજાનાં વચન સાંભળી વિક્રમે અગ્નિવૈતાલને સંજ્ઞા કરી એટલે ત્રણે નીચે આવ્યા અને નૃત્ય ગાનથી બધાંને આકર્ષ્યા.
રાજા તે આ નૃત્ય જોઈ ખૂબ ખુશ થયે ને તે દેવને પ્રાર્થના કરવા લાગ્યું, “તમે મારી સભામાં નૃત્ય કરે જેથી તમારી કીર્તિ બધે ફેલાશે, કહેવાય છે. અધમ ધનને ઈચ્છે છે. મધ્યમ ધન અને માનને ઈચ્છે છે પણ ઉત્તમ મનુષ્ય તે કેવળ માનને જ ઈચ્છે છે. દેવતા, રાક્ષસ, ગંધર્વ, રાજા અને મનુષ્ય ત્રણે જગતમાં ફેલાતી ઉજજવળ કીર્તિની જ ઇચ્છા કરે છે.” કહેતા રાજાએ વિક્રમને પૂછયું, “તમે કેણ છે?”
“અમે આકાશમાં વિચરનારા વિદ્યાધર છીએ.” વિક્રમે કહ્યું, “અમે ફક્ત ભગવાન જિનેશ્વર સમક્ષ ભક્તિભાવપૂર્વક નૃત્ય કરીએ છીએ, કેમ કે જેમણે રાગ, દ્વેષ વગેરે દેને જીત્યા છે, તે સર્વજ્ઞ છે, ટૅલેના પૂજ્ય અને યથાસ્થિત સત્ય વસ્તુને કહેનારા અરિહંત દેવ છે. જે તમને, ચેતના અથવા જ્ઞાન હોય તે તમે પણ આ ભગવાનનું ધ્યાન-ઉપાસના કરી તેમજ તેમના શાસન અને શરણને સ્વીકાર કરો.”
વિદ્યાધરની આ વાત સાંભળી રાજાએ કહ્યું, “મનુષ્ય