________________
૫૭
અથવા માયા વગર કેઈ કાર્ય પૂર્ણ થતું નથી. આ નગરને રાજા શાલિવાહન જિનેશ્વરને ભક્ત છે, તેણે જિનેશ્વરનું મંદિર બનાવ્યું છે. આપણે ત્યાં જઈ નૃત્ય કરીએ.” કહી મહારાજા વિકમ, ભમાત્ર અને અગ્નિશૈતાલ સાથે સાંજના મંદિરે ગયા. ત્યાં વિક્રમે કેટલાય ભવેનાં પાપ નાશ કરનાર સ્તુતિ કરી ભક્તિ પ્રગટ કરી
રાતનાં નૃત્ય કરી ત્રણે જણ બાગમાં સૂઈ ગયા. સવાર થતાં વિક્રમે પિતાના સાથીદારને કહ્યું, “ચાલે, આપણે મંદિરમાં જઈ ભગવાન સમક્ષ નૃત્ય કરીએ.” કહેતા વિક્રમે અગ્નિશૈતાલને કહ્યું, “જ્યારે હું મારા હાથને અંગૂઠે હલાવું ત્યારે અમને બે જણને ખભા પર ઉપાડી ઊડી જવું. અને બીજી સંજ્ઞા કરું એટલે પાછા નીચે લાવવા, એટલે અમે નૃત્ય કરીશું.” કહી બંને સાથે વિક્રમ પ્રભુના મંદિરે આવ્યા અને ત્યાં નૃત્ય ગાન કરવા લાગ્યા.
થોડા સમય પછી મંદિરને પૂજારી પૂજા કરવા આવ્યા. તે આ અદ્ભુત નૃત્ય જોઈ નવાઈ પામ્ય અને વિચારવા લાગે, “આ કેણ હશે? દેવ, દાનવ, અથવા કેઈ વિદ્યાધર કે પાતાલકુમાર હશે, જે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવા આવ્યા હશે?”
મહારાજ શાલિવાહનને પણ આ અદ્ભુત નૃત્યની જાણ થઈ. રાજા શાલિવાહન અદ્ભુત નૃત્ય જોવા પરિવાર સાથે યુગાદિદેવ-જિનેશ્વરના મંદિરે આવ્યા, તેને જોતાં જ વિક્રમે અગ્નિવૈતાલને સંજ્ઞા કરી એટલે અગ્નિશૈતાલ બંનેને ખભા