________________
ભસમ કરવા કોરૂપી અગ્નિથી સળગતું હઈ રૌદ્રરસથી યુક્ત છે. આ ત્રણે નેત્રે તમારું રક્ષણ કરે. | મેઘસમાન રૂપવાળા હે નેમિનાથ ! વીજળી જેવા સ્વરૂપવાળી મને છેડીને તમે ગિરનારના શિખર પર જઈ શું શભા પામવાના હતા? આમ ઉગ્રસેન રાજાની પુત્રી રાજમતીથી બોલાયલા હે નેમિનાથ તમે સદાય વિજય પામે.”
રાજપુત્રી સુકમલા વિમાથી સ્ત્રી-પુરુષને સંબોધાતાં અનેક ગીતે સાંભળી શાંત રહી, પળ પછી સુકેલા બોલી, “હે વિક્રમે! મેં પુરુષનું નામ લેવાનું ના પાડ્યું હતું, છતાં દુઃખદાયક પુરુષનું નામ લઈ મને કેમ બાળે છે ?”
હે સુંદરી !” વિકમા હાસ્ય કરતી બોલી, “મેં સંગીતમાં કઈ મનુષ્યનું નામ લીધું નથી. પરંતુ ક્યાંક ક્યાંક દેના નામનો ઉલ્લેખ કર્યો છે. શું તે પણ તમને ઉચિત લાગતું નથી ?”
- “મારા ગત સાત જન્મનું દુઃખ મને યાદ છે.” સુકમલા બોલી, “તેથી પુરુષચિહ્ન ધારણ કરનારા બધા જ જે માટે મને તિરસ્કાર છે. કહેવાય છે, જેમને દેખતાં જ મનમાં સંતેષ અથવા આનંદ થાય, દ્વેષને નાશ થાય તેને પૂર્વજન્મને ભાઈ અથવા સ્વજન જાણવે. જેને જોતાં મનમાં દ્વેષ ઉત્પન્ન થાય, આનંદને નાશ થાય તેને હું મારા ગત જમને શત્રુ માનું.”