________________
બે સ્ત્રીઓ સાથે જમે તે સારું નહિ” વિકીમાએ કહ્યું. “સ્ત્રી-પુરુષ સાથે જમે તે યોગ્ય ગણાય.”
વિક્રમાના શબ્દ ખિન્ન થતાં રાજકુમારી બોલી, “હે વિક્રમે ! જે તું મારી હિતેષિણી હેય તે મારી સામે પુરુષનું નામ ન લઈશ.” કહી તે ભેજનગૃહમાં ગઈ ને જમી ચિત્રશાળામાં રમાવી સંગીત સાંભળવા ભદ્રાસન પર બેઠી. ત્યાં આજુબાજુ દાસીઓ પણ બેઠી.
| વિક્રમા મનમેહક સ્વરાલાપ કરી અદ્ભુત સંગીત પિરસવા લાગી. આહા .હા શું મધુર સંગીત હતું? જાણે અમૃતનું ઝરણું. દાસીઓ “વાહ વાહ બોલી ઊઠી.
સંગીત સાંભળતાં સાંભળતાં દાસીઓ ચિત્રવત્ બની ગઈ, ઊંઘી ગઈ. માત્ર રાજકુમારી એકલી સંગીત સાંભળતી રહી.
સંગીત પીરસતા પીરસતા વિકમ. પાર્વતી સાથે શંકર, લક્ષ્મી સાથે વિષ્ણુ, ઇન્દ્રાણી સાથે ઈન્દ્ર, શત સાથે કામદેવ, રેહિણી સાથે ચંદ્ર, રન્નાદેવી સાથે સૂર્ય વગેરે સ્ત્રી-પુરુષનું વર્ણન કરવા લાગી.
આમ કરતા રાત ઘણી થતી ગઈ. ત્યારે ઉપસંહાર કરતા વિકમા બોલી, “સમાધિ વખતે ભિન્ન ભિન્ન રસવાળા પાર્વતીપતિ શંકરના ત્રણ નેત્રેઃ જેમાંનું એક ધ્યાનને કારણે પુષ્પકળીની જેમ શાંત રસયુક્ત વિકસિત હોય છે, બીજું પાર્વતીને કટપ્રદેશ દેખતા આનંદથી પ્રફુલ્લિત થાય છે. અને તે શૃંગાર રસથી પરિપૂર્ણ હોય છે, ત્રીજું કામદેવને