________________
“હું તમે માગે તેટલી રકમ આપવા તૈયાર છું.” રાજકન્યાએ કહ્યું, ત્યારે વિક્રમા મનમાં બેલી, “રાજકન્યા પૈય, ઉદારતા, દક્ષતા, અને લજાદિ ગુણોવાળી છે. તેની સાથે યુક્તિથી કામ લેવામાં આવે તે પુરુષજાત પ્રત્યે દ્વેષ દૂર થાય અને સદાચારિણી તેમજ સતી થઈ જાય.”
વિકમ આમ વિચારે છે ત્યાં તે રાજકુમારીએ પાચેને વસ્ત્રાદિથી સત્કાર કર્યો. ને પાંચે રૂપશ્રી સાથે પિતાને સ્થાને ગઈ ભેજનાદિ કરી આરામ કર્યો. પછી વિક્રમાએ પ્રસન્ન વદને ભટ્ટમાત્રા વગેરેને ઉદેશી કહ્યું, “ત્યાં જતા મનમાં ધારેલું કાર્ય પરિપૂર્ણ થશે.”
રાત પડતાં વિકમ દિવ્ય વસ્ત્રાભૂષણ ધારણ કરી રાજકન્યા પાસે આવી. ત્યારે રાજકુમારી નાનાગારમાં નાના કરી રહી હતી. ત્યાં એક દાસીએ આવી સમાચાર આપ્યા, “સ્વામિની ! વિકમા આવેલ છે.”
તે તેને સ્નાન કરવા અહીં બોલાવી લાવો.”
આજ્ઞા.” કહી દાસી જ્યાં વિકમાં હતી ત્યાં આવી રાજકન્યાને સંદેશ આપે. ત્યારે વિકમાએ કહ્યું, “હું મારી સ્વામિનીએ બાંધેલી કંચૂકી હું અહીં ખોલી શકું નહિં. કંચૂકી ખેલું તે, મારી સ્વામીની મને પચાસ ચાબુક મારે માટે હું તેમની સાથે સ્નાન કરી શકું તેમ નથી. તેમ રાજકુમારીને કહો.” ને દાસીએ વિકમાના શબ્દો રાજકુમારીને કહ્યા.
રાજકુમારી સ્નાન કરી વિકમાં હતી ત્યાં આવીને કહ્યું, ચાલે, આપણે સાથે જમીએ.”